(જી.એન.એસ) તા.૨૩
સુરત ,
સચિન જીઆઇડીસીમાં યુપીએસસી પરીક્ષામાં પાસ ન થતાં ડિપ્રેશનમાં આવી જતા ૨૮ વર્ષીય યુવાને ઘર નજીકની બિલ્ડીંગના સાત માળેથી કુદીને જીવન ટુંકાવ્યું હતું. બીજા બનાવમાં અડાજણમાં ગુરુવારે સાંજે વધુ દારૃ પીતા હોવાથી પરિવાર સાથે રકઝક બાદ આધેડે આત્મહત્યા કરી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશમાં જોનપુરના વતની અને હાલતમાં સચિન જીઆઇડીસીમાં પાલી ગામના કૈલાશ નગરમાં રહેતો ૨૮ વર્ષીય શિવમ દ્વીજેન્દ્ર ત્રિપાઠી ગુરુવારા સાંજે સચિન જીઆઈડીસી ખાતે આવેલી નિલકંઠ હાઈટ્સ બિલ્ડીંગના સાતમા માળની ગેલેરી ખાતે પહોંચીને નીચે છલાંગ મારી હતી. જેમાં તેને ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. પોલીસે કહ્યુ કે, શિવમ ધણા સમયથી યુપીએસસીની પરીક્ષા આપતો હતો. જેમાં તેને સફળતા નહી ળતા ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેથી તે અવાર નવાર હું આપઘાત કરી લઈશ એવું , પરિવારના સભ્યોને કહેતો હતો. તેને એક ભાઇ અને એક બહેન છે. તેના પિતા સચીન હોજીવાલા ખાતે સિક્યુરિટીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જયારે શિવમના મોતથી પરિવારજનો પર આભ તુટી પડતુ હતું. બીજા બનાવમાં અડાજણમાં સરોજીની નાયડુ માર્કેટ પાસે પારસમણી સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય આનંદા સુખદેવ સોનવણે ગત સાંજે ઘરમાં બારીના લોખંડના સળિયા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું, તેના સંબંધીએ કહ્યુ કે, આનંદા મુળ મહારાષ્ટ્રના વતની હતા. જોકે તે અગાઉ મજુરી કામ કરતા હતા. જોકો તે હાલમાં વધુ દારૃનું સેવન કરતા હતા. જેથી તેના પરિવારના સભ્યોએ તેને દારૃનું સેવન ઓછુ કરવા કહેતા હતા. જેના લીધે પરિવારના સભ્યો સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ તેણે આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેમના સંતાનમાં બે પુત્ર નોકરી કરે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.