Home ગુજરાત રાજકોટના અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવામાં આવશે

રાજકોટના અમદાવાદ હાઇવે પર ચાર નવા ટોલ પ્લાઝા બનાવામાં આવશે

1
0

(જી.એન.એસ) તા.૨૩

રાજકોટ,

રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે 201 કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પરના બંને ટોલ પ્લાઝા હટાવ્યા બાદ અંદાજે 201 કિલોમીટર લાંબા હાઈવે પર નવા સ્થળોએ ચાર નવા ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાણાં પંચને દરખાસ્ત મોકલવામાં આવી છે. અમદાવાદ-રાજકોટ હાઈવેને રૂ. 3,350 કરોડથી વધુના ખર્ચે સિક્સ લેન બનાવવામાં આવ્યો છે, જેમાં બામણબોર અને બગોદ્રાના ટોલ પ્લાઝાની જગ્યાએ હવે ચાર ટોલ પ્લાઝા બનાવવામાં આવશે. આમાંથી ત્રણનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, જ્યારે 1 એપ્રિલ, 2025થી ચારેય ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલવામાં આવશે. આ સાથે કાર દ્વારા મફત મુસાફરી બંધ થવાની સંભાવના છે. આ ચાર સ્થળોએ ટોલ બૂથ બનાવવામાં આવશે: પ્રથમ ટોલ બૂથ: બાવળાથી 12 કિલોમીટર દૂર ટોલ બૂથ: બીજું ટોલબૂથઃ બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે, ત્રીજું ટોલ બૂથ બગોદરા-લીંબડી વચ્ચેના ધેધુંકી ગામ પાસે બૂથ: રાજકોટથી આઠ કિલોમીટર પહેલાં માલિયાસણ ગામ પાસે ચોથા નવા ટોલ બૂથનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. માર્ગ અને મકાન વિભાગે આ અંગે રાજ્ય નાણાપંચને દરખાસ્ત મોકલી છે. હાલમાં આ હાઈવે પર બગોદરા અને બામણબોર એમ બે ટોલ બૂથ છે. હવે ચાર નવા સ્થળોએ ટોલ વસૂલવામાં આવશે. ચારમાંથી ત્રણ ટોલ બૂથનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે. આગામી તારીખ 1 એપ્રિલ 2025 થી 4 ટોલ બૂથ પર ટોલ ટેક્સ વસૂલ કરી શકાશે. આ હાઈવે પર ટોલનો કુલ ખર્ચ 2 ટોલ પ્લાઝા પરના વર્તમાન ટોલથી વધશે તે નિશ્ચિત છે, કારણ કે હાલમાં 4 ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ સમગ્ર પ્રવાસ માટે કુલ ટેક્સ વધારો નવા ભાવ નક્કી થયા બાદ જ કહી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે
Next articleગાંધીનગરમાં ઉદ્ધવ ઠાકરેને તેમનું અભિમાન લઈ ડૂબ્યું હર્ષ સંઘવી