Home ગુજરાત ગાંધીનગર સમયાંતરે  સતત આકસ્મિક તપાસનો દોર ચાલુ: ખનીજ માફિયાઓમાં હડકંપ

સમયાંતરે  સતત આકસ્મિક તપાસનો દોર ચાલુ: ખનીજ માફિયાઓમાં હડકંપ

3
0

(જી.એન.એસ)તા.૨૨

ગાંધીનગર,

ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ દવે દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે કરવામાં આવેલ કડક કાર્યવાહી અંતર્ગત ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના થકી ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની  સમગ્ર ટીમ દ્વારા તા. 22 નવેમ્બરના રોજ અલગ અલગ સ્થળે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રાત્રી અને દિવસે સળંગ ચેકિંગની કામગીરી હાથ ધરી,સાદી રેતી ખનીજના કુલ ૦૫ બિન અધિકૃત  વાહન જપ્ત કરવામાં આવ્યા છે. અનુક્રમે જપ્ત કરેલા વાહનો પૈકી કલોલ તાલુકાના બોરીસણા ખાતેથી ડમ્પર નંબર GJ- 2-ZZ- 1992 માં 26.480 મેટ્રિક ટન સાદી રેતી રોયલ્ટી પાસ વગર બીન  અધિકૃત વહન કરતા પકડવામાં આવી છે. ગાંધીનગર તાલુકાના પેથાપુર ગામેથી ડમ્પર નંબર GJ-18-BV- 9475 માં 29.110 મેટ્રિક ટન સાદી રેત ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતાં તથા ગાંધીનગર તાલુકાનાજ  પ્રાંતિયા ખાતેથી ડમ્પર નંબર GJ- 18 -AZ- 9394 માં 30.109 મેટ્રિક ટન સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવી છે. તેમજ ગાંધીનગર તાલુકાના પીંપળજ ખાતેથી ડમ્પર નંબર GJ- 9-AU-6434 માં 5.590 મેટ્રિક ટન સાદી રેતી ખનીજ અને પેથાપુરના ફતેપુર  ખાતેથી ટ્રેક્ટર નંબર GJ- 18-BJ- 2357માં આશરે ચાર મેટ્રિક ટન સાદી રેત રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા આશરે 125 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલા વાહનોના વાહન માલિકો વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માયનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો 2017 હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સાબરમતી નદીના પટમાં થઈ રહેલ બેફામ ખનીજ ચોરી પર કલેકટર શ્રી ગાંધીનગરની ચાંપતી નજર છે. અને કલેક્ટરશ્રી ગાંધીનગરની સૂચના તથા માર્ગદર્શન મેળવી ભૂસ્તર ટીમ દ્વારા સતત ખનીજ માફિયાઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. જેના કારણે હવે ગાંધીનગર જિલ્લામાં ખનીજ માફિયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. પાછલા ઘણા સમયથી મોડી રાત્રીથી સવાર સુધી ભૂસ્તર  ટીમ કલેકટરશ્રીની સૂચનાથી ખનીજ માફીઆઓને પકડવા સતર્ક બની છે, ત્યારે ગાંધીનગરમાં નદી તટમાં થતી ખનીજ ચોરી તથા ભૂ માફીઆઓની મનમાનીનો અંત લાવવા કડકમાં કડક કાર્યવાહી દ્વાર ગેરકાયદે ખનન કરતા ઈસમોને ઝડપી પાડવા તંત્ર સજ્જ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા
Next articleમત ગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ