Home ગુજરાત ગાંધીનગર કલોલ તાલુકાના ભીમાસણ ગામમાં કંપની સાથે રૃપિયા ૬૭ કરોડની છેતરપિંડી થઈ

કલોલ તાલુકાના ભીમાસણ ગામમાં કંપની સાથે રૃપિયા ૬૭ કરોડની છેતરપિંડી થઈ

7
0

(જી.એન.એસ)તા.૨૨

કલોલ,

કલોલ તાલુકાના ભીમાસણ ગામે સિમ્ફની એર કુલર નામની કંપની આવેલી છે આ કંપનીએ ગુરગાવમાં આવેલી કંપની પાસેથી એર કુલરની ખરીદી કરવામાં આવી હતી અને તેના નાણાં ચૂકવવામાં આવ્યા ન હોતા જેથી કંપનીના સેક્રેટરી દ્વારા પોલીસ મથકમાં છ લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. તાલુકાના ભીમાસણ ગામે એર કુલર બનાવતી સીમ્પની કંપની આવેલી છે તે કંપની પાસેથી ગુરગાવ માં આવેલા કંપનીના સંચાલકો સંદીપસિંહ બિંદ્રા તથા ચરણ દીપસિંગ કપૂર અને રંજિત કૌર કપૂર અને અમિતકુમાર યાદવ તથા રમલ પ્રીત કોર તથા જાગીર સિંઘ બિંદ્રા દ્વારા રૃપિયા ૬૭. ૬૪ કરોડના એર કુલરની ખરીદી કરવામાં આવી હતી અને તેઓએ આ પૈસા કંપનીને ચુકવ્યા ન હતા કંપની દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હોવા છતાં તેઓએ પૈસા ચૂકવ્યા ન હતા અને તેમણે આપેલા ચેક પણ પરત ભર્યા હતા જેથી કંપનીના સેક્રેટરી મયુર ચીમનભાઈ દ્વારા પોલીસ મથકમાં કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં કાર્તિક પટેલએ રૂ. 350 કરોડનું જમીન કૌભાંડ કર્યું
Next articleરાજકોટમાં બાઈકની માગણી કરનાર યુવાને પિતાને હથોડીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો