Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40...

અમદાવાદમાં ક્રાઈમબ્રાંચે 1.03 કરોડનું એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40 કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યું

7
0

(જી.એન.એસ)તા.૨૨

અમદાવાદ,

પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે અમદાવાદ ક્રાઈમબ્રાંચે અમદાવાદમાછી 1.03 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડયું છે,.એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 પિસ્તોલ અને 40 કારતૂસ પણ જપ્ત કરવામાં આવી છે અને ડ્રગ્સ પેડલર પાસેથી રૂપિયા 18 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે,પોલીસે ડ્રગ્સ સપ્લાયર ઝીશન દત્તા પાવલેની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.અમદાવાદ ક્રાઈમબ્રાંચે અમદાવાદથી મોટી સંખ્યામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે,અને તેની દાણીલીમડા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપી 8 ગંભીર ગુનામા સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે જેમાં બે ગુનામા તે ફરાર હતો.ક્રાઈમબ્રાંચે આરોપીની ઝડપી પાડયો છે અને અનેક ગુનાના ભેદ ઉકેલાઈ જશે,સાથે સાથે ડ્રગ્સ કયાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથધરી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી.200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી,આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી,અગામી સમયમાં આ ડ્રગ્સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતઅમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં ખ્યાતિકાંડમાં ડૉ. પ્રશાંત વઝીરાણાના 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાની મંજુરી
Next articleઅમદાવાદમાં કાર્તિક પટેલએ રૂ. 350 કરોડનું જમીન કૌભાંડ કર્યું