(જી.એન.એસ)તા.૨૨
બનાસકાંઠા,
દારૂનો જથ્થો ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે બનાસકાંઠા જિલ્લો એ સરહદી જિલ્લો છે અને અવારનાવર બુટલેગરો અવનવો કીમિયા અપનાવી રાજસ્થાનમાંથી દારૂ ધુસાડવા માટે પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આજરોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બુટલેગરના વધુ એક કીમિયા ઉપર પાણી ફેરવ્યું હતું. બુટલેગરે કારના બોનેટ, સાઈડ લાઈટ અને સ્પેર વ્હિલમાં દારૂની 157 જેટલી બોટલો સંતાડી લઈ જઈ રહ્યો હતો. ત્યારે ડીસા પાસે LCB પોલીસે કારને ઉભી રખાવી તપાસ કરતા અંદરથી દારૂની 157 બોટલો સાથે 2 શખ્સની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લા પોલીસવડાની સૂચનાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી દારૂની હેરાફેરીને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી એલસીબી દ્વારા જુદા જુદા ગામોમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે આજે ડીસા પાસેથી એક ગાડીમાં ગુપ્ત ખાનાની અંદર દારૂનો જથ્થો સંતાડી લઈ જવાતો હતો. જો કે બુટલેગરના આ કીમિયા ઉપર એલસીબી ટીમે પાણી ફેરવી દઈ દારૂનો જથ્થો ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠા એલસીબી પીઆઇ એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.રાજગોર તેમજ સ્ટાફની ટીમ ડીસા તાલુકાની હદમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે નાકાબંધી દરમ્યાન ક્રિયા સેલટોસ ગાડી નં.GJ.18 BM.1695ને રોકાવી અંદર તપાસ કરતા પ્રથમ તો પોલીસને કંઈ મળ્યું ન હતું. પરંતુ પોલીસે ગાડીની બરાબર તપાસ કરતા ગાડીમાં જુદા જુદા ગુપ્ત ખાના બનાવેલ હતા. જેમાંથી પોલીસને દારૂની 157 બોટલો મળી આવી હતી.જેથી પોલીસે કાર ચાલક પ્રવિણ હરચંદજી રાજપૂત રહે.મોરેલા, તા.થરાદ અને દિનેશ દિપારામ જાટ રહે.બેરડો કાપના, ગુડામલાની, તા.જી.સાંચોર,રાજસ્થાનની અટકાયત કરી હતી અને દારૂનો જથ્થો મંગાવનાર હકમારામ જાટ રહે.રામજી કી ગોળ, તા.જી સાંચોર, રાજસ્થાન સહિત તમામ શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી દારૂ અને કાર સહિત કુલ કિ.રૂ.8,90,180નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.