Home ગુજરાત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી વોર્ડ-10ના રસોડા પાસે ધ્રૂજતો દર્દી અર્ધનગ્ન...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી વોર્ડ-10ના રસોડા પાસે ધ્રૂજતો દર્દી અર્ધનગ્ન હાલતમાં મળ્યો

7
0

(જી.એન.એસ)તા.૨૨

રાજકોટ,

રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને તંત્રની બેદરકારી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે રાજકોટની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં સર્જરી વોર્ડમાં દાખલ દર્દી સવારે બેભાન હાલતમાં લોબીમાંથી મળ્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને તંત્રની બેદરકારી અંગે સવાલો ઊઠી રહ્યા છે. ચાની દુકાન પાસેથી મળી આવેલા આ યુવકને સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાની એન્ટ્રી રાત્રે 11.30 વાગ્યે કરવામાં આવી હતી. જોકે, બાદમાં સવારે 6 વાગ્યા આસપાસ આ દર્દી વોર્ડ નંબર 10નાં રસોડા પાસે પડ્યો હોવાની જાણ હેલ્પડેસ્કને કરવામાં આવતા ફરીથી તેને સારવાર માટે ખસેડાયો હતો. સમગ્ર મામલે એડિશનલ સિવિલ અધિક્ષક ડો. હેતલ ક્યાડાએ સીસીટીવી ચકાસી જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી છે.પ્રાપ્ત વિગત મુજબ, 19 નવેમ્બરે બપોરના 3-30 વાગ્યે અવધના ઢાળિયા પાસેની એક ચાની દુકાન નજીકથી 35 વર્ષીય યુવક શરીરે મારનાં નિશાન સાથે ચાલતાં-ચાલતાં પડી ગયાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. સાંજના ચારેક વાગ્યાની આસપાસ યુવાનને સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ કરાયો હતો. સર્જરી વોર્ડ નં.2માં દાખલ કરાયેલ યુવક રાત્રિના 11-30 વાગ્યે સર્જરી વોર્ડમાંથી નાસી ગયાની હોસ્પિટલ દ્વારા પોલીસ ચોકીમાં એન્ટ્રી કરાવાઇ હતી.જોકે, સવારે સિવિલનાં જૂના વોર્ડ 10ના રસોડા પાસે યુવક બેભાન હાલતમાં ધ્રૂજતો જોવા મળ્યાની જાણ સિવિલ હોસ્પિટલના પટ્ટાવાળાએ હેલ્પડેસ્કને કરી હતી. જેને પગલે હેલ્પડેસ્કના સ્ટાફે સ્ટ્રેચર મારફત અર્ધનગ્ન હાલતમાં ધ્રૂજતા યુવકને ફરી દાખલ કર્યો હતો. આ બાબતે ફરજ પરનાં મમતાબેન નામના પટ્ટાવાળાએ પણ સંબંધિત મેડિકલ ઓફિસર ડો.વિવેકને દર્દી અંગેની જાણકારી આપી હતી. જોકે, યુવક ચાલી પણ ન શકે તેવી હાલતમાં હોવા છતાં તારીખ 20ના કણસતી હાલતમાં રસોડા નજીકથી અર્ધનગ્ન હાલતમાં કેમ મળ્યો? તેને લઈને અનેક સવાલો ઊઠ્યા છે.સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલનાં એડિશનલ અધિક્ષક ડો. હેતલ ક્યાડાએ જણાવ્યું હતું કે, મનોજ નામનો આ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો. MLC કેસ હેઠળ તેને દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, વોર્ડ નંબર 2માં દાખલ આ દર્દી અમારે ત્યાંથી ચાલ્યો ગયો હોવાની નોંધ કરવામાં આવી છે. ત્યારે દર્દી ખરેખર કેવી રીતે વોર્ડની બહાર આવ્યો અને આ મામલામાં સત્ય શું છે? એ જાણવા સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. સત્ય બહાર આવ્યા બાદ જો ખરેખર કોઇ જવાબદાર જણાશે તો કોઈપણ શરમ રાખ્યા વિના નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં મંત્રાલયે ઇપીએફઓને આધારિત ઓટીપી મારફતે કર્મચારીઓ માટે યુ.એ.એન એક્ટિવેશન સુનિશ્ચિત કરવા સૂચના આપી
Next articleબનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી