Home ગુજરાત આણંદના વિદ્યાનગરમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

આણંદના વિદ્યાનગરમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

6
0

(જી.એન.એસ) તા.૨૦

આણંદ,

વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અવારનવાર દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે શખ્સ વિરૃદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાનગરમાં મહેશ્વરી પેલેસ પાછળ રહેતા ભૌમિકભાઈ વિનોદભાઈ મકવાણા ની વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝ નામની ઓફિસ આવેલી છે. ગત રોજ ભૌમિકે પોતાની ઓફિસમાં કામ કરતી એક ૨૩ વર્ષીય યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દીધું હતું. પરિણામે યુવતી બેભાન જેવી થઈ જતાં ભૌમિકે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ ભૌમિકે યુવતીની મરજી વિરૃદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતા તેણીને ગર્ભ રહી ગયો હતો. આ અંગે પરિવારને જાણ થતા તેમણે યુવતીની પુછપરછ હાથ ધરી હતી. જેથી યુવતીએ સમગ્ર હકિકત જણાવતા પરિવારજનો યુવતી સાથે વિદ્યાનગર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે ભૌમિક મકવાણા વિરૃદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લામાં પખવાડિયામાં દુષ્કર્મનો ત્રીજો બનાવ સામે આવ્યો છે. દસેક દિવસ પહેલા ઉમરેઠના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ એક મનોદિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં ગત રવિવારે આણંદના વોર્ડ નં.૬ના ભાજપના કાઉન્સિલર દીપુ પ્રજાપતિ વિરૃદ્ધ શહેરની પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. હજૂ ભાજપનો કાઉન્સિલર પોલીસ પકડન બહાર છે. તેવામાં વિદ્યાનગર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનડિયાદ એક્સપ્રેસ વે નજીક ૧.૧૦ લાખના દેશી દારૃ સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી
Next articleગાંધીનગરમાં વિદ્યાર્થિનીને અશ્લીલ સવાલો પૂછનાર ટયુશન ચાલક સામે ગુનો દાખલ થયો