Home ગુજરાત ભરૂચના ના સાંસદનો મનસુખ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની...

ભરૂચના ના સાંસદનો મનસુખ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી

10
0

(જી.એન.એસ) તા.૨૦

ભરૂચ,

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને મનરેગાની ટેન્ડર પ્રક્રિયામાં મિલીભગતની માહિતી આપી છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે નર્મદા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આવું બની રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે નેતાઓ અને અધિકારીઓ તેમની મનપસંદ એજન્સીઓને મનરેગામાં કામ આપે છે. પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે એજન્સીઓ ઓછી કિંમતના ટેન્ડરો ભરીને નબળી ગુણવત્તાનું કામ કરી રહી છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તેના માટે મનરેગાનો 3 વર્ષનો કાર્ય અનુભવ હોવો જરૂરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી ખૂબ જ ચતુરાઈથી ગોઠવણ કરવામાં આવે છે જેથી તેમની મનપસંદ એજન્સીના ટેન્ડર મંજૂર કરવામાં આવે. પ્રજાની સેવા કરવાને બદલે નેતાઓ કોન્ટ્રાક્ટના કામમાં વધુ રસ લઈ રહ્યા છે. જેના કારણે કામની ગુણવત્તા જળવાતી નથી. અને સરકાર આમાં ખરાબ રીતે સંડોવાયેલી જણાય છે. મનરેગાના તમામ કામોમાં સરકારે આપેલા મોડેલ ટેન્ડર મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ કેટલાક કિસ્સામાં નિયમો સાથે ચેડાં કરીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે સદંતર ખોટું છે. મનરેગામાં કામ કરતી સક્ષમ અને અનુભવી એજન્સીઓને બદલે અધિકારીઓ રાજકારણીઓ કે તેમના નજીકના લોકોની એજન્સીઓના ટેન્ડર મંજૂર કરીને કામ કરી રહ્યા છે. નર્મદા જિલ્લામાં પણ ઉપરોક્ત વિષયને લઈને સરકાર અને જિલ્લાના અધિકારીઓને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field