Home મધ્ય ગુજરાત અમદાવાદ કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી નવી પોલીસ...

કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપ યોજાયો

9
0

(જી.એન.એસ)તા.૧૯

અમદાવાદ,

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામા યોજાયેલા વર્કશોપમાં NCB, સેન્ટ્રલ આઇ.બી, CBI સહિતની વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ ડીજીપી/આઇજીપી કોન્ફરન્સ દરમિયાન સૂચિત મુદ્દાઓ પૈકી દેશની સુરક્ષા માટે કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ વચ્ચે સંકલન વધે તે હેતુથી ગુજરાત ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામા નવી પોલીસ કમિશનર કચેરી, અમદાવાદ ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ એક દિવસીય વર્કશોપમાં ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ NATGRID, FRRO- અમદાવાદ, NCB, સેન્ટ્રલ આઇ.બી, CBI જેવી વિવિધ કેન્દ્રીય એજન્સીઓના વરિષ્ઠ અધિકારીશ્રીઓ દ્વારા તેમના ડિપાર્ટમેન્ટ બાબતે અને તેમની કામગીરી બાબતે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું, જેમાં તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પોર્ટલ અને એપ્લીકેશન બાબતે પોલીસ અધિકારીશ્રીઓને વાકેફ કરવામાં આવ્યા હતાં. રાજ્ય પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સારામાં સારૂ સંકલન થઇ શકે તે માટે આ વર્કશોપમાં જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતું. આ પ્રકારના વર્કશોપનું આયોજન જિલ્લા કક્ષાએ પણ કરવા વિચારણા કરવામાં આવી છે. આ વર્કશોપમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલીક, રાજ્ય ઇન્ટેલીજન્સ બ્યુરોના ઇ.ચા. વડા શ્રી એમ.એસ.ભરાડા, અમદાવાદ શહેર જે.સી.પી. શ્રી અજય ચૌધરી, સ્ટેટ આઇ.બી.ના ડી.સી.આઇ. શ્રી હરેશ દુધાત સહિતના અધિકારીશ્રીઓ તેમજ રાજ્ય આઇ.બી.ના એ.સી.આઇ.શ્રીઓ તથા રાજ્યના તમામ જિલ્લા/શહેર ખાતેના ૩૬ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ અને ૯૧ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશેરડીનું વાવેતર કરતા ખેડૂતોના આર્થિક તથા સામાજિક વિકાસમાં થયેલ સવિશેષ વધારો
Next articleલવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીયશ્રી ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત