Home ગુજરાત મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકી હત્યા કેસમાં આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી

6
0

(જી.એન.એસ)તા.૧૯

મહારાષ્ટ્ર,

ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. જેના છેડા ક્રાઇમ બ્રાન્ચને પેટલાદ સુધી ખેંચી લાવ્યા હતા.મળતી માહિતી મુજબ પેટલાદમાંથી પકડાયેલા શખ્શનો આરોપીઓ સાથે આર્થિક વ્યવહાર થયા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પેટલાદથી સાહિલ મલેક નામના અન્ય શખ્સની અટકાયત કરી હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે ગત 12 ઓક્ટોબરે 66 વર્ષીય NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી. બાંદ્રા પૂર્વના નિર્મલ નગર વિસ્તારમાં બાબા સિદ્દીકી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો.થોડા દિવસ અગાઉ એટલે કે ગત રવિવારે UP STF અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે બહરાઈચ જિલ્લાના નાનપારામાંથી શૂટર શિવકુમારની ધરપકડ કરી હતી. શૂટર શિવકુમારે એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના પ્લાનિંગ અને તેને અંજામ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનો શોખીન આ આરોપી ગુનો કર્યા બાદ ભારતની સરહદ પાર કરીને નેપાળ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે પોતાના પ્લાનમાં સફળ થાય તે પહેલા પોલીસે તેને પકડી લીધો. પોલીસે તેને મદદ કરવાના આરોપમાં યુપીમાંથી અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરી છે.UP STF અનુસાર ધરપકડ કરાયેલા આરોપી શિવ કુમારે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે પુણેમાં એક જંક શોપમાં કામ કરતો હતો. શિવકુમારે પોલીસને જણાવ્યું કે, તેની અને શુભમ લોંકરની દુકાનો એકબીજાની બાજુમાં છે. STF અનુસાર શિવકુમારે તેમને કહ્યું કે, શુભમ લોનકર લોરેન્સ બિશ્નોઈ માટે કામ કરે છે અને તેણે તેને સ્નેપ ચેટ દ્વારા ઘણી વખત લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરાવી હતી. STFના જણાવ્યા અનુસાર શિવકુમારે જણાવ્યું કે, સિદ્દીકીની હત્યા બાદ તેને 10 લાખ રૂપિયા અને દર મહિને કંઈક બીજું મળવાનું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Next articleગાંધીનગરમાં રાજ્યમાં છ કરોડની વસ્તી સામે દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ છે