(જી.એન.એસ)તા.૧૬
ભાવનગર,
ભાવનગરમાં શૈતાનને પણ શરમાવે તેવી શર્મનાક ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ભગવાનના સ્થાને રહેલા પિતાએ હેવાનિયતની હદ વટાવી પોતાની જ 13 વર્ષીય સગી માસૂમ પુત્રી ઉપર નજર બગાડી તેની સાથે શારીરિક છેડછાડ કરી કુચેષ્ટા કરતો હતો. દીકરી સાથે પતિની કાળી કરતૂતનો ખૂદ પત્નીએ જ ભાંડો ફોડી હવસખોર શખ્સ સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. સાંપ્રત સમાજમાં આઘાતજનક અને શર્મનાક કહી શકાય તેવા કિસ્સાની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર પંથકમાં રહેતા એક શખ્સ તેને હવસનો કીડો સળવળતા બાપ-દીકરીના પવિત્ર સબંધને લાંછન લગાડે તેવું કૃત્ય કરી બેઠયો હતો. માનસિક વિકૃત શખ્સે તેની 13 વર્ષીય પુત્રી કે જેને હજુ દુનિયાદારીની સમજ પણ પડતી ન હોય તેણી સાથે શારીરિક છેડછાડ કરવાનું શરૂ કર્યું હતું. આ પણ અધુરૂં હોય તેમ પુત્રીને બીજા રૂમમા લઇ જઇ તેની સાથે અડપલા કર્યા હતા. આ શર્મનાક દ્રષ્યો માતાએ નજરોનજર જોતા પ્રથમ તો તેણીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હજુ તો કિશોરાવસ્થામાં જ પહોંચેલી દીકરી સાથે ખૂદ તેનો સગો બાપ જ કુચેષ્ટા કરતો હોય, કાળી કરતૂત સજા મળે તે માટે દીકરીની માતાએ તેના જ પતિ સામે સ્થાનિક બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવને લઈ ભારે ચકચાર સાથે શખ્સ સામે ફિટકારની લાગણી વરસી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.