(જી.એન.એસ)તા.૧૬
પોરબંદર,
ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સ ઘુસાડવાનો કોરિડોર બની ગયો હોય તેમ અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યુ છે. ત્યારે પોરબંદરથી અંદાજે 300 કિ.મી.થી પણ વધુના અંતરે અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી વધુ એક જહાજમાંથી એન.સી.બી., ભારતીય નૌકાદળ અને ગુજરાત એ.ટી.એસ.એ સંયુકત રીતે ઓપરેશન હાથ ધરીને અંદાજે ૩૫૦૦ કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કે જેનં વજન અંદાજે ૭૦૦ કિ.ગ્રા. થવા જાય છેતે પકડી પાડવામાં આવ્યો છે.અને પોતાની જાતને ઇરાની ગણાવતા આઠ જેટલા વિદેશીઓને પોરબંદર ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓએ એવી બાતમી મળી હતી કે એક કન્સાઇનમેન્ટમાં વિશાળ માત્રામાં ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે એન.સી.બી., ભારતીય નૌકાદળ અને એ.ટી.એસ. ગુજરાત દ્વારા આઈ.એમ.બી.એલ. નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતુ. ઓપરેશન સાગર મંથન-૪ નામ આપવામાં આવ્યું હતું. અને શંકાસ્પદ હાલતમાં પસાર થતુ એક જહાજ સુરક્ષા એજન્સીઓએ અટકાવ્યં હતું.અને આ ઓપરેશન હેઠળ જહાજના ક્ મેમ્બર્સને શંકાસ્પદ રીતે પકડી પાડવામાં આવ્યા બાદ જહાજની અંદર તપાસ કરતા મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ઓપરેશન સાગરમંથન હેઠળ પકડી પાડવામાં આવેલા આઠ જેટલા ક્ મેમ્બરની પૂછપરછ કરવામાં આવતા તેઓ ઇરાની હોવાનો દાવો કરી રહ્યા છે.પરંતુ તેની પાસેથી તે ઈરાની છે તેવો કોઈ પુરાવો મળ્યો નથી. સતત ગુપ્ત માહિતી અને વિશ્લેષણના પરિણામે પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં તપાસ હાથ ધરવામાં આવતા આ જહાજનું રજીસ્ટ્રેશન પણ થયુ નથી. તેવું એજન્સીની તપાસમાં બહાર આવ્યું હતું. ભારતની પ્રાદેશિક જળસીમામાંથી સુરક્ષા એજન્સીઓએ પકડેલા જહાજની તલાસી લેતા તેમાંથી અંદાજે 700 કિલોગ્રામ જેટલું મેથવાસ નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 3500 કરોડ રૂપિયા જેવી થવા જાય છે. જુદી જુદી સુરક્ષા એજન્સીઓએ આ તમામ શખ્શોની આકરી પૂછપરછ કરવાની હોવાથી વધુ તપાસ માટે પોરબંદર લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી. ઇરાનના મનાતા આઠ જેટલા વિદેશી નાગરિકો અને ટ્રક ભરીને ડ્રગ્સ સહિતનો મુદામાલ પોરબંદરના પોર્ટની જેટી ખાતે લાવવામાં આવ્યા બાદ તેને સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપ ખાતે પૂછપરછ માટે લઇ જવામાં આવ્યા છે.જ્યાં જુદા જુદા પ્રકારની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઇસમોની દુભાષિયાઓની મદદથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વર્ષ -2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સની ઘુસણખોરી અટકાવવા માટેના ઓપરેશનને ‘ઓપરેશન સાગરમંથન’ નામ આપવામાં આવ્યુ છે.અને અગાઉ એ.ટી.એસ. ગુજરાત પોલીસની ઓપરેશન્સ અને ઇન્ટેલીજન્સ વીંગના અધિકારીઓની ટીમ બનાવીને આ ઓપરેશનનું સમગ્ર નેતૃત્વ એન.સી.બી. દ્વારા રાખવામાં આવ્યુ હતુ અને એન.સી.બી. હેડકવાર્ટરની ઓપરેશન્સ બ્રાન્ચના અધિકારીઓ, ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટગાર્ડ અને એ.ટી.એસ. ગુજરાતની ટીમે સમુદ્રમાં અત્યાર સુધીમાં સાગરમંથન-૧ થી સાગરમંથન-૩ના ઓપરેશન પાર પાડી અને 3400 કિલો જેટલુ નાર્કોટીકસ અને 11 ઇરાની તથા 14 પાકિસ્તાની સહિત 25 જેટલા વિદેશી નાગરીકોની ત્રણ ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી છે અને હવે આ ચોથુ ઓપેરશન સફળ થયુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.