Home ગુજરાત પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર500 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું

પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર500 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું

10
0

(જી.એન.એસ)તા.૧૬

પોરબંદર,

પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે દરિયામાં ઓપરેશન હાથ ધરીને રૂ. 500 કરોડથી વધુ કિંમતના 500 કિલો ડ્રગ્સ સાથે છ ઈરાનીઓને ઝડપ્યા છે. પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે દરિયામાં ઓપરેશન હાથ ધરીને રૂ. 500 કરોડથી વધુ કિંમતના 500 કિલો ડ્રગ્સ સાથે છ ઈરાનીઓને ઝડપ્યા છે. દિલ્હી NCB ટીમને બાતમી મળી હતી કે પોરબંદરના દરિયામાં બોટ દ્વારા ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે, દિલ્હી NCB ટીમે નેવીનો સંપર્ક કર્યો અને મોડી રાત્રે ઓપરેશન હાથ ધર્યું. જેમાં દરિયામાં એક બોટ રોકાઈ હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 3600 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપાયું છે. દિલ્હી NCB ટીમે નેવીની મદદ લીધી કેન્દ્રીય એજન્સીએ દરિયામાં એક બોટમાંથી કરોડો રૂપિયાની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્વપૂર્ણ ઈનપુટ મળ્યા છે. જેમાં ગુજરાતના દરિયામાં ડ્રગ્સના જથ્થા સાથે એક બોટ આવી હોવાની માહિતી મળી હતી. જેના આધારે NCB દિલ્હીની ટીમે તેને રોકવા માટે નેવીની મદદ લીધી હતી. છ ઈરાનીઓ ઝડપાયા ગત રાત્રે નેવી, એનસીબી અને એટીએસ દ્વારા ગુજરાતના દરિયામાં જંગી માત્રામાં ડ્રગ્સ આવવાની માહિતીના આધારે ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં સુરક્ષા એજન્સીના હાથે છ ઈરાનીઓને નાર્કોટીક્સ સાથે પકડી પોરબંદરના ઓલ વેઈર બંદરે લવાયા હતા. ત્યાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે તેને એસઓજી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. 500 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત હાલમાં મોડી રાત્રે શરૂ કરાયેલી કાર્યવાહીમાં 500 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. કેન્દ્રીય એજન્સીએ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અગાઉ પોરબંદરના દરિયામાંથી NCB, ATS અને કોસ્ટગાર્ડે 60 કરોડની કિંમતનો 173 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો હતો. આ સાથે એજન્સીઓએ 2 લોકોની ધરપકડ પણ કરી છે. એક દિવસ અગાઉ 600 કરોડની કિંમતનું 86 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ જથ્થાના લગભગ બે મહિના પહેલા પોરબંદરના દરિયામાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ 3,132 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. એનસીબી, ગુજરાત એટીએસ અને નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ અલગ-અલગ પ્રકારની દવાઓ મળી આવી હતી. બોટમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની પણ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન
Next articleઅમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર અકસ્માતમાં કાર બ્રિજ પરથી નીચે પડી જતાં ચારનાં મોત