Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોસ્ટપ્લેનો કોન્સર્ટ યોજાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોસ્ટપ્લેનો કોન્સર્ટ યોજાશે

12
0

(જી.એન.એસ)તા.૧૪

અમદાવાદ,

આખી દુનિયા જે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને દીવાના છે તે કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 25મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સંગીત  સમારોહ યોજાશે. આખી દુનિયા જે કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને દીવાના છે તે કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. 25મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય સંગીત સમારોહ યોજાશે. બુક માય શો પર 16 નવેમ્બરથી ટિકિટનું ઓનલાઈન વેચાણ થશે. સંગીત પ્રેમીઓ માટે સારા સમાચાર છે. કોલ્ડપ્લેની કોન્સર્ટ ગુજરાતના આંગણે જ માણી શકાશે. મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ કોન્સર્ટની ટિકિટ 2500 રૂપિયાથી શરૂ થશે. નોંધનીય છે કે આ શોની ટિકિટ મિનિટોમાં જ વેચાઈ જાય છે. પછી આ લાખો રૂપિયામાં બ્લેકમાં વેચાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં ઓનલાઈન ટિકિટ વેચાણ શરૂ થયાની થોડી જ મિનિટોમાં તમામ ટિકિટો વેચાઈ જશે. મુંબઇ પછી અમદાવાદમાં કોન્સર્ટ કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાનાર છે. હવે તેમાં અમદાવાદનો પણ ઉમેરો થયો છે. મુંબઈમાં કોન્સર્ટની જાહેરાત થતાં જ ભારે ભીડને કારણે ઘણા લોકોને ટિકિટ મળી શકી ન હતી. ઓનલાઈન બુકિંગ માટે લાખો લોકોનું વેઈટિંગ લિસ્ટ હતું. ટિકિટ ન મળતા ઘણા ચાહકો નિરાશ થયા હતા. સંગીતપ્રેમીઓ અમદાવાદમાં ઉમટશે મુંબઈમાં ત્રણ શો હાઉસફુલ થઈ ગયા છે. તેમની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ રહી છે. તેવી જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલો હાઉસફુલ થઈ શકે છે. આ શો જોવા માટે અન્ય રાજ્યોમાંથી પણ લોકો આવશે. મોદી સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખ છે, તેથી શહેરમાં સંગીતપ્રેમીઓનું પૂર ઉમટવાની શક્યતા છે. એક વ્યક્તિ વધુમાં વધુ 4 ટિકિટ ખરીદી શકશે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટિકિટ ખરીદવાના કેટલાક નિયમો છે. એક વ્યક્તિ વધુમાં વધુ 4 ટિકિટ ખરીદી શકશે. કોન્સર્ટ 4 કલાક સુધી ચાલશે. કોન્સર્ટમાં જતા પહેલા હાથ પર એલઇડી બેન્ડ બાંધવાનું રહેશે, જે બહાર નીકળતી વખતે પરત કરવું ફરજિયાત છે. કોન્સર્ટ માટે મુખ્ય બે પ્રકારની ટિકિટ હશે. બેઠક અને સ્થાયી બેઠકો માટે અલગ-અલગ ટિકિટ હશે. પરંતુ શો દરમિયાન તેઓ એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં જઈ શકશે નહીં. એન્ટી મોબાઈલ થેફ્ટ સ્કવોડ રચાશે આ અંગે અમદાવાદ શહેરના એડિશનલ પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, આ કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવનારા મહેમાનો અને સામાન્ય લોકોની સુરક્ષા અને પાર્કિંગની વ્યવસ્થા બરાબર રહેશે. તેમજ દર્શકોની કિંમતી સામાન, ખાસ કરીને મોબાઈલ ફોનની ચોરી અટકાવવા એન્ટી મોબાઈલ થેફ્ટ સ્ક્વોડ તૈનાત કરવામાં આવશે. કોલ્ડ પ્લે શું છે ? આ બેન્ડનું લાઈવ પરફોર્મન્સ જોવા માટે સમગ્ર વિશ્વમાં ક્રેઝ છે. બેન્ડમાં મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસવાદક ગાય બેરીમેન અને ડ્રમર વિલ ચેમ્પિયન સહિત ચાર સભ્યોનો સમાવેશ થાય છે. ફિલ હાર્વે આ ગ્રુપના મેનેજર છે. કોલ્ડપ્લે બેન્ડ લંડનમાં શરૂ થયું બેન્ડ કોલ્ડપ્લેની રચના લંડનમાં 1997માં કરવામાં આવી હતી. બેન્ડમાં ક્રિસ માર્ટિન, જોની બકલેન્ડ, ગાય બેરીમેન, વિલ ચેમ્પિયન અને ફિલ હાર્વેનો સમાવેશ થાય છે. કોલ્ડપ્લેએ 39 નોમિનેશનમાંથી 7 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. 2016માં મુંબઈમાં યોજાયેલ કોન્સર્ટ કોલ્ડપ્લેએ 2016માં મુંબઈમાં ગોલ્ડન સિટીઝન ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું. 80 હજાર લોકો આ શોનો ભાગ હતા, જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ સામેલ હતા. હવે 9 વર્ષ પછી બેન્ડ ભારત પરત આવી રહ્યું છે. કોલ્ડપ્લેના ગીતો ‘હાઈમન ફોર ધ વીકએન્ડ’, ‘યલો’, ‘ફિક્સ યુ’ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં જાતીય શોષણના આરોપીએ પેરોલ પર બહાર આવી પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચ્રીયું
Next articleકચ્છ રણોત્સવ 2024નો પ્રારંભ: 28 ફેબ્રુઆરી સુધી લાખો પ્રવાસીઓ રણના રંગો માણશે; ટેન્ટ સિટી, 20થી વધારે એક્ટિવિટી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર