Home ગુજરાત ઉત્તર ગુજરાત નડિયાદમાં એસટી બસની ટક્કરમાં આવી ટ્રક પલટી જતાં ક્લિનરનું મોત થયું

નડિયાદમાં એસટી બસની ટક્કરમાં આવી ટ્રક પલટી જતાં ક્લિનરનું મોત થયું

33
0

(જી.એન.એસ)તા.૧૩

નડિયાદ ,
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મહેમદાવાદના સુંઢા વણસોલ સીમમાં એસટી બસની ટક્કરે ટ્રક રેલિંગ તોડી ગટરમાં પલટી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકના ક્લીનરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલકનો બચાવ થયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાના કડી તાલુકાના અલદેશન ગામે રહેતા ડ્રાઈવર અમરજીત શંકરજી ઠાકોર, ક્લીનર ચેતનજી ઠાકોરની સાથે ટ્રકમાં તેલના ડબ્બા ભરી રાજપીપળા ગયા હતા. ત્યાંથી ડબ્બા ખાલી કરી મંડારાથી કપાસિયા ભરી રાત્રે પરત ફરી રહ્યા હતા. ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે સાડા અગિયાર વાગ્યે મહેમદાવાદના સુંઢા-વણસોલ સીમમાં પાછળથી પુરઝડપે આવેલી એસટી બસ ટ્રક સાથે અથડાઈ હતી. જેથી લોખંડની રેલિંગ તોડી ટ્રક ગટરમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં ક્લીનર ચેતનજીનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. જ્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસે એસટી બસના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકપડવંજના જટવાડામાં તલવારથી હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી  
Next articleગાંધીનગરની દહેગામ નગરપાલિકા દ્વારા સફાઈ મહાઅભિયાન કાર્યક્રમનું આયોજન કરાયુંનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી, ત્રણ ટ્રેક્ટર જેટલા કચરાનો નિકાલ કર્યો