Home મધ્ય ગુજરાત અમદાવાદ બોટાદમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

બોટાદમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

5
0

(જી.એન.એસ)તા.૧૩

અમદાવાદ ખાતે પિયર ધરાવતી અને બોટાદમાં સાસરુ ધરાવતી પરણિતાને સાસરીયાઓ દ્વારા અવારનવાર ત્રાસ અપાતો હોય આ ત્રાસ સહન નહીં કરતા પરિણીતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ અમદાવાદના ઓઢવ ખાતે રહેતા મહેન્દ્રભાઈ ખોડીદાસ ભાઈ પ્રજાપતિની પુત્રી પૃથ્વીકાબેન એ બોટાદ ખાતે રહેતો હિરેન ઈશ્વરભાઈ જોટાણીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.લગ્ન બાદ પતિ હિરેન દ્વારા પત્ની પૃથ્વીકાબેન ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તથા સાસુ વસંતબેન ઈશ્વરભાઈ જોટાણીયા તથા સસરા ઈશ્વર જવેરભાઈ જોટાણીયા,જેઠ ઉપેન્દ્ર ઈશ્વરભાઈ જોટાણીયા ,જેઠાણી ધમાબેન ઉપેન્દ્રભાઈ જોટાણીયા એ તેણીને ચાર વર્ષના લગ્ન જીવન દરમ્યાન અવાર નવાર હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેના સાસુ-સસરા, જેઠ-જેઠાણીએ તુ કાંઈ તારા બાપના ઘરેથી કાંઈ લાવેલ નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. પિત હિરેન કાંઈ કામ ધંધો કરતા ન હોય અને પૃથ્વીકાબેનને વાપરવા પૈસા આપતા ન હોય અને પૃથ્વીકાબેનને જે જોવે તે વસ્તુ પણ નહી લાવી આપી અવાર નવાર મારઝુડ કરી તેણીને મરવા મારવા મજબુર કરતા હતા. પૃથ્વીકાબેન તેના ૫તિ, સાસુ,સસરા,જેઠ-જેઠાણીના ત્રાસના કારણે તા.૨૨ ઓકટોબર ૨૦૨૪ ના સાંજના સાડા છ વાગ્યા પહેલા કોઈ પણ સમયે તેની સાસરીમાં પોતાની જાતે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.દરમિયાનમાં પતિ હિરેને પત્નીને ગળાફાસો ખાધા બાદ તાત્કાલીક હોસ્પીટલે નહી લઈ જઈ બેદરકારી દાખવી હોવાની ફરિયાદ પિતા મહેન્દ્રભાઈએ સાસરિયાઓ વિરુદ્ધ બોટાદ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૮.૮૫, ૧૧૫(૨), ૫૪ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પૃથ્વીકાબેનેએ મૃત્યુ પામ્યા તે પહેલા સુસાઈડ નોટમાં લખેલ કે.., ધહું પૃથ્વીકા પોતે મારા હોશો હવાશમાં લખુ છુ કે મને દરરોજ હિરેન દ્વારા ખોટુ બોલવામા આવતુ હતુ. જે મારાથી સહન નથી થતુ તેને ખુબ જ દેણુ હોવા છતાં તે મારાથી ખોટુ બોલે છે.મારા મોત પાછળ કોઇનો હાથ નથી હું મારી જાતે જ આ પગલુ ભરૂ છુ જેમા હિરેનને કોઈ એ કંઇ પણ કહેવુ નહી. વિગેરે લખાણ લખેલ છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડમાં શિરડીથી સુરત જતી બસ પલટી જતાં 30થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજા થઈ
Next articleગુજરાતમાં ભગવાન બિરસા મુંડાની યાદમાં ‘બિરસા મુંડા ભવન’ અને‘બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી’ કાર્યરત