Home ગુજરાત વાવ વિધાનસભા બેઠક માટે ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પરના ૩૨૧ મતદાન મથકો...

વાવ વિધાનસભા બેઠક માટે ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પરના ૩૨૧ મતદાન મથકો પર યોજાશે મતદાન

13
0

(જી.એન.એસ)તા.૧૨

વાવ,

કુલ ૩૨૧ EVM દ્વારા ૧.૬૧ લાખ પુરૂષ અને ૧.૪૯ લાખ મહિલા મળી કુલ ૩.૧૦ લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ભરાયેલા કુલ ૨૧ ઉમેદવારો પૈકી ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાવાની પ્રક્રિયા બાદ કુલ દસ (૧૦) ઉમેદવારો વચ્ચે યોજાનાર ચૂંટણીમાં ૩.૧૦ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા મતવિસ્તારના વિવિધ ૧૯૨ મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન પર સવારે ૦૭.૦૦ થી સાંજના ૦૬.૦૦ કલાક સુધી મતદાન યોજાશે. જેના માટે ૩૨૧ બેલેટ યુનિટ, ૩૨૧ કંટ્રોલ યુનિટ અને ૩૨૧ વીવીપેટનો ઉપયોગ

કરવામાં આવશે. મતદાન મથકો ખાતે કુલ ૧,૪૧૨ જેટલા અધિકારીશ્રી/કર્મચારીઓ ફરજ બજાવશે. વાવ વિધાનસભાની ચૂંટણીમાં ૧,૬૧,૨૯૬ પુરૂષ, ૧,૪૯,૪૭૮ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૭૭૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.૨૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર કલેકટરશ્રી મેહુલ દવે દ્વારા જન સેવા કેંદ્ર, ગાંધીનગરની આકસ્મિક મુલાકાત લીધી હતી
Next articleશિક્ષણ મંત્રાલયે આદેશ આપી માહિતી જાહેર કરી; સીયુજીના વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દુબેનો કાર્યકાળ લંબાયો