Home ગુજરાત જીયુવીએનએલની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ (ઈ-CGRF)...

જીયુવીએનએલની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ (ઈ-CGRF) ની ખાસ સુવિધા

12
0

(જી.એન.એસ)તા.૧૨

“ઇઝ ઓફ લિવિંગ” યોજનાના ભાગરૂપે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે, ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓનું સિંગલ ઓનલાઈન પોર્ટલ ઓનલાઈન પોર્ટલ થકી કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ફરિયાદ નોંધાવી શકશે અને ફરિયાદના ટ્રેકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટેની પ્રક્રિયાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે “સિંગલ ઓનલાઈન પોર્ટલ ઈ-CGRF” નો શુભઆરંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.વીજ વિતરણ કંપનીઓ દ્વારા ક્ષેત્રીય કચેરી તથા વડી કચેરી ખાતે ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બુડ્સમેન, વિનિમયો ૨૦૧૯ની જોગવાઈ અંતર્ગત સ્થાપેલ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ (CGRF) ની સ્થાપના કરેલ છે. ગ્રાહક / અરજદાર વીજ વિતરણ કંપની દ્વારા ફરિયાદ સંબધમાં લીધેલ પગલા અથવા તકરારના કીસ્સામાં ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો સંપર્ક કરી શકે છે. અત્યાર સુધી, વીજ ગ્રાહકો CGRFમાં પત્ર, ઈ-મેલ આઈડી થકી  કે રૂબરૂ આવીને ફરિયાદ કરી શકતા હતા. પરંતુ હવે આ સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ ગ્રાહકોને સતત અને ગુણવત્તાસભર વીજ પુરવઠો ઉપરાંત સારી સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે. “ઇઝ ઓફ લિવિંગ” યોજનાના ભાગરૂપે ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે, ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમમાં (CGRF) ઓનલાઈન ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારની ચારેય વીજ વિતરણ કંપનીઓનું સિંગલ ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ થકી ગ્રાહકને ઈ-ફાઈલિંગ, એપ્લીકેશન ટ્રેકિંગ, ઓનલાઈન ઓર્ડેર જેવી સુવિધા મળશે. આ પોર્ટલ દ્વારા ગ્રાહકો નામદાર ગુજરાત વીજ નિયમન આયોગના ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ અને ઓમ્બુડ્સમેન, વિનિમયો ૨૦૧૯ અંતર્ગત સમાવિષ્ટ કરેલ સેવા અંગે ઓનલાઈન ફરિયાદ કરી શકશે. ઓનલાઈન પોર્ટલ થકી કોઈપણ સમયે, કોઈ પણ સ્થળેથી ફરિયાદ નોંધાવી શકશે અને ઓટો જનરેટેડ ફરિયાદ નંબર અને પોતાની ફરિયાદના ટ્રેકિંગ થકી પારદર્શિતામાં વધારો થશે. વધુ માહિતી માટે ઑનલાઇન પોર્ટલ cgrf.guvnl.com ની મુલાકાત લઈ શકે છે. રાજ્યના ગ્રાહકો વીજળીને લગતી ફરિયાદો વીજ કંપની દ્વારા સ્થાપિત ફરિયાદ નિવારણ સેવા જેવી કે  ૨૪ x ૭ ટોલ ફ્રી કોલ સેન્ટર, મોબઈલ એપ્લીકેશન, ઓનલાઈન પોર્ટલ, વોટ્સએપ નંબર, લોકલ ફોલ્ટ સેન્ટર, વેબ ચેટ જેવા માધ્યમ થકી નોંધાવી શકે છે અને ગ્રાહકોની સમસ્યાઓનું નિવારણ કરવા વીજ વિતરણ કંપનીઓની પેટા વિભાગીય કચેરી પર ફોલ્ટ રેકટીફીકેશન ટીમ સતત કાર્યરત હોય છે. ફરિયાદ નોધણી માટે ટોલ ફ્રી નંબર: ડીજીવીસીએલ: 1800 233 3003/19123 એમજીવીસીએલ: 1800 233 2670/19124 પીજીવીસીએલ: 1800 233 155333/19122  યુજીવીસીએલ: 1800 233 155335/19121

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં મળી સફળતા
Next articleકલેકટર શ્રી ગાંધીનગર ના ‘પ્રેરણા પ્રવાસ’ થકી સીધા સંવાદના લીધે છેલ્લા બે મહિનામાં ગાંધીનગર જિલ્લામાં ૨૦૦ કરતા વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા