Home Uncategorized અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં...

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં મળી સફળતા

10
0

(જી.એન.એસ)તા.૧૨

અમદાવાદ,

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ટ્રાફિક પોલીસની આ રીસર્ચ-એનાલિસીસ સહિતની કામગીરીથી મળેલી ફળશ્રુતિની સરાહના કરી અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૩ની સરખામણીએ છેલ્લા ૧૦ મહિનામાં ૧૦૬ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થયો અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા તથા આ અકસ્માતોથી થતાં માનવ મૃત્યુ અટકાવવા માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોની સાથે સાથે અકસ્માત ઝોન બની ગયેલા એરીયા આઇડેન્ટીફાય કરીને રોડ એન્જીનિયરીંગ સુધારા સહિતના અનેક પાસાઓ પર કામગીરી કરવામાં આવી છે. જેના પરિણામે છેલ્લા ૧૦ મહિનામાં ૧૦૬ માર્ગ અકસ્માતોમાં ઘટાડો થવાની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસને ૯૦ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસે કરેલા આ પ્રકારના ટ્રાફિક સંબંધિત રીસર્ચ સહિતની કામગીરીની સરાહના કરી છે.

દાહોદ સહિતના કેટલાક જિલ્લાઓમાં આ પ્રકારે મલ્ટીડાયમેન્શનલ એનાલિસીસ કરી માર્ગ અકસ્માતો ઘટાડવા પ્રશંસનિય કાર્ય કર્યુ છે ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ તેનું અનુકરણ કરવા સૂચના આપી છે. અમદાવાદ શહેરમાં બનતા જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવોનું મેપીંગ કરીને આ અકસ્માત ઝોનમાં રોડ એન્જીનિયરીંગમાં સુધારા કરવાથી માંડીને ઝીબ્રા ક્રોસિંગ, સર્કલ ડિઝાઇન, ટ્રાફિક સિગ્નલ, રસ્તાઓ પરના કટ બંધ કરવા સહિતના જરૂરી અનેક સુધારા કરવા અમદાવાદ શહેર પોલીસે સૂચનો કર્યા અને તેનું વહિવટી તંત્રની મદદથી અમલીકરણ કરાવ્યુ છે. આ એનાલિટીક કામગીરી થકી અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોમાં તો ઘટાડો થયો જ છે, તેની સાથે આવા અકસ્માતોથી થતા માનવ મૃત્યુ આંકમાં પણ ઘટાડો થયો છે. અમદાવાદ શહેરના બંને ટ્રાફિક ઝોનમાં તા.૧લી જાન્યુઆરી થી તા. ૩૧મી ઓક્ટોબર-૨૦૨૩ સુધી ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માત અને તેનાથી થયેલા મૃત્યુની સરખામણીમાં વર્ષ-૨૦૨૪માં આ જ સમયગાળા દરમિયાન ૧૦ મહિનામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની તુલના કરતા માર્ગ અકસ્માતો અને મૃત્યુ બંનેમાં ઘટાડો થયો હોવાનું ધ્યાને આવ્યુ છે. અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૨૩માં ૧૨૦૩ માર્ગ અકસ્માતો અને ૪૧૯ માનવ મૃત્યુની ઘટના બની હતી. આ રોડ એક્સીડેન્ટ એનાલિટીક્સ બાદ કરેલી કામગીરીને પરિણામે વર્ષ-૨૦૨૪માં આ માર્ગ અકસ્માતો ઘટીને ૧૦૯૭ થયા છે અને માનવ મૃત્યુ ઘટીને ૩૨૯ થયા છે. એટલે કે, ગત વર્ષની સરખામણીમાં ૧૦૬ માર્ગ અકસ્માતો અને ૯૦ માનવ જિંદગી બચાવવામાં સફળતા મળી છે. અમદાવાદ પૂર્વ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૨૨૯ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૫૫ થઇ છે. એટલે કે, ૭૪ માનવ જીવન બચાવવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક ઝોનમાં વર્ષ ૨૦૨૩માં ૧૦ મહિનામાં માર્ગ અકસ્માતમાં ૧૯૦ મૃત્યુની ઘટનાઓ બની હતી તે ઘટીને આ વર્ષે ૧૭૪ થઇ છે. એટલે કે, ૧૬ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવલસાડના કપરાડામાં બસ પલટી જતાં અકસ્માતમાં મહિલાનું મોત, 18 લોકો ઘાયલ થયાં
Next articleજીયુવીએનએલની વીજ વિતરણ કંપનીઓના ગ્રાહકો માટે ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રીવન્સ રિડ્રેસલ ફોરમ (ઈ-CGRF) ની ખાસ સુવિધા