Home Uncategorized વલસાડના કપરાડામાં બસ પલટી જતાં અકસ્માતમાં મહિલાનું મોત, 18 લોકો ઘાયલ થયાં

વલસાડના કપરાડામાં બસ પલટી જતાં અકસ્માતમાં મહિલાનું મોત, 18 લોકો ઘાયલ થયાં

9
0

(જી.એન.એસ)તા.૧૨

વલસાડ,

વલસાડના કપરાડાથી બસ પલટી જતાં અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં મુસાફરી કરી રહેલાં લોકોમાંથી 18 લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને એક મહિલાનું મોત નિપજ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા, ધરમપુર અને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, એક ખાનગી બસ મહારાષ્ટ્રથી સુરત જઈ રહી હતી, તે સમયે મોડી રાત્રે લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 30 મુસાફરો મુસાફરી કરી રહ્યાં હતાં તેમાંથઈ 18 ઈજાગ્રસ્ત થયાં છે, તેમજ એક મહિલાનું ઘટના સ્થળે જ માથું ધડથી અલગ થઈ જતાં મોતને ભેટી હતી. બસ અકસ્માત બાદ ડ્રાઇવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દુર્ઘટના થતાં જ સ્થાનિક લોકો ભેગા થઈ ગયાં હતાં. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી પોલીસને સમગ્ર બનાવ વિશે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર ઘટના વિશે તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી પરિવારજનોને જાણ કરવામાં આવી છે.  સમગ્ર બનાવ વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ ઢોળાવ વાળો રસ્તો હોવાથી રાત્રે ઘણીવાર ડ્રાઈવરોને ઢાળ વિશે ખ્યાલ આવતો નથી. આ અગાઉ પણ આ જ રસ્તે અનેક અકસ્માત થઈ ચુક્યા છે. જોકે, ડ્રાઈવર ફરાર થઈ જતાં પોલીસ ડ્રાઈવરની તપાસ કરી સમગ્ર દુર્ઘટનાનું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશિક્ષણ મંત્રાલયે આદેશ આપી માહિતી જાહેર કરી; સીયુજીના વાઇસ ચાન્સેલર પ્રો. રમાશંકર દુબેનો કાર્યકાળ લંબાયો
Next articleઅમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અમલી કરેલા ખાસ એક્શન પ્લાનથી ૧૦ મહિનામાં ૯૦ માનવ જીવન બચાવવામાં મળી સફળતા