(જી.એન.એસ)તા.૧૨
મહુવા,
મહુવા નેશનલ હાઇવે પર આવેલ કોબડી ટોલનાકા પાસે રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેલર ટ્રકે બાઇકને અડફેટે લેતાં બાઈક સવારનું મોત નિપજ્યું હતું જ્યારે મૃતકના કુટુંબી ભાઈને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના કાળિયાબીડ, નારેશ્વર સોસાયટીમાં રહેતા કમલેશભાઈ નાગજીભાઈ મકવાણા અને તેમના પરિવારના સભ્યો ગત ના રોજ તળાજા તાલુકાના સરતાનપર ગામમાં આવેલ તેમના માતાજીના મઢે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરીને રાત્રિના સમયે અલગ અલગ મોટરસાઇકલ ઉપર ભાવનગર પરત આવી રહ્યા હતા ત્યારે ભાવનગર મહુવા નેશનલ હાઈવે રોડ પર આવેલ કોબડી ટોલનાકા પાસેના ઓવરબ્રિજ પાસે રોડ સાઈડમાં આવી રહેલા ટ્રેલર ટ્રક નં. જી.જે. ૩૯ ટી.એ.૨૩૨૫ ના ચાલકે પોતાનો ટ્રક ગફલતભરીરીતે અને બેદરકારી પૂર્વક ચલાવી મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલક કમલેશભાઈના પિતા નાગજીભાઈ નરસીભાઇ મકવાણા અને તેમના કુટુંબી ભદ્રેશભાઈ સગરામભાઇ મકવાણાને ગંભીર ઇજા થતા બંનેને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નાગજીભાઈનું મોત નીપજયુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર કમલેશભાઈ નાગજીભાઈ મકવાણાએ ટ્રેલર ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.