Home ગુજરાત ભાવનગરમાં વ્યાજે આપેલ નાણાંની ઉઘરાણી કરી શખ્સે રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી...

ભાવનગરમાં વ્યાજે આપેલ નાણાંની ઉઘરાણી કરી શખ્સે રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાયૌ

13
0

(જી.એન.એસ)તા.૧૨

ભાવનગર,
ભાવનગરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકે વ્યાજે લીધેલ પૈસાની ઉઘરાણી કરી શખ્સે માર મારી, છરીનો એક ઘા ઝીંકી ઇજા પહોચાડતા આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.  આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઘોઘા જકાતનાકા, વારાહી સોસાયટીમાં રહેતા લાખાભાઈ ભીખાભાઈ ગોહિલે તેમના સમાજના ભાવેશ ઉર્ફે ભાવુ અશોકભાઈ ચાવડા પાસેથી એક વર્ષ પહેલાં રૂ. ૧૦,૦૦૦ વ્યાજે લીધા હતા, અને તેનું વ્યાજ પણ બે થી ત્રણ વખત ચૂકવી દીધેલું હોવા છતાં અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી ગઈકાલે ભાવેશભાઈ ઉર્ફે ભાવુ અશોકભાઈ ચાવડા  ને ફોન કરતા તેઓએ મને કહેલ કે તું તારા દીકરાને લઈને અહીં પિલગાર્ડન પાસે મામાના ઓટલે આવ તેમ કહેતા લાખાભાઈએ તેને સુભાષનગર સ્મશાન પાસે આવવાનું કહેલ અને લાખાભાઈ ઘરેથી નીકળી સુભાષનગર સ્મશાન પાસે ચોકમાં આવ્યા હતા. અને થોડીવારમાં ભાવેશ ઉર્ફે ભાવુ અને અન્ય બે શખ્સ મોટરસાયકલ લઈને  ત્યાં આવ્યા હતા.અને ભાવેશ ઉર્ફે ભાવુએ કહેલ કે મેં તને વ્યાજે જે રૂપિયા આપેલ છે તે તું મને અત્યારે આપી દે અને તેનું વ્યાજ પણ આપી દે તેમ કહેતા લખભૌએ તેને કહેલ કે મારી પાસે હાલ રૂપિયાની સગવડતા થાય તેમ નથી તેમ કહેતા તેણે કહેલ કે તું મારી દુકાને આવ આપણે હિસાબ કરી લઈએ એમ કહી લખભાઈની રિક્ષામાં બેસી ગયા હતા. અને બંને તેની જુબેલી હોટલ સામે આવેલ મામાના ઓટલા પાસેની દુકાને આવતા હતા ત્યારે રસ્તામાં તેણે  ગાળો આપી અને બે ત્રણ પાટા માર્યા હતા. અને ત્યારબાદ અમો તેની દુકાને પહોંચ્યા હતા. તેણે મને કહેલ કે તું મને આજે જ તને વ્યાજે આપેલા રૂપિયા ૧૦,૦૦૦ અને તેનું વ્યાજ આપી દે તેમ કહી મને બેત્રણ ધોલ ઝીંકી દીધી હતી. જેથી લખભાઈએ તેને કહેલ કે મારી પાસે હાલ રૂપિયાની સગવડતા થાય તેમ નથી તેમ કહેતા તેને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેની કેબિનમાંથી છરી લઈ મામાના ઓટલા પાસે  છરીનો એક ઘા છાતીના નીચેના ભાગે મારી દેતા મને લોહી નીકળવા લાગ્યુ હતું. અને આ વખતે દેકારો થતા આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતા. અને લાખાભાઈ પોતાની રીક્ષા લઈને રિંગ રોડ ઉપર આવી ભત્રીજા વિપુલભાઈને ફોન કરી બોલાવ્યો હતો.ભત્રીજો બાઈક પર લાખાભાઇ ને બેસાડી સર ટી હોસ્પિટલ ભાવનગર સારવારમાં ખસેડયા હતા.આ બનાવ સંદર્ભે લાખાભાઈ ભીખાભાઈ ગોહિલે ભાવેશ ઉર્ફે ભાવુ અશોકભાઈ ચાવડા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબીમાં બેવડી ઋતુના કારણે નવ દિવસમાં શરદીના સાત,તાવના પાંચ હજાર કેસ નોંધાયા
Next articleમહુવાના નેશનલ હાઇવેના ટોલનાકા પાસે ટ્રેલર ટ્રકની અડફેટેમાં આવતાં બાઈક ચાલકનું મોત થયું