(જી.એન.એસ)તા.૧૨
વડોદરા,
વડોદરા જિલ્લાના કોયાલી વિસ્તારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં સોમવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. વડોદરા જિલ્લાના કોયાલી વિસ્તારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં સોમવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ IOCL રિફાઈનરીની સ્ટોરેજ ટાંકીમાં થયો હતો. બ્લાસ્ટ બાદ રિફાઈનરીમાં આગ ફાટી નીકળી હતી. જેનો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી દેખાતો હતો. આગની ઘટના બાદ આસપાસની કંપનીઓ પણ ગભરાઈ ગઈ છે. હાલ 10 જેટલા ફાયર ફાયટર આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા છે. આ ભીષણ આગને કાબુમાં લેવા માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે વિસ્ફોટ લગભગ 3.50 કલાકે થયો હતો. વડોદરાના કોયાલી વિસ્તારમાં આવેલી IOCL રિફાઈનરી એ ભારત સરકારની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનું એન્ટરપ્રાઈઝ છે. આગની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે 20 વર્ષ પહેલા પણ વડોદરામાં ફ્લુઇડ કેટાલિટીક ક્રેકરમાં આવી ઘટના બની હતી. 2005ની આ ઘટનામાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા હતા. ફ્લુઇડ કેટાલિટીક ક્રેકર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, જે બાદ આગ ફેલાઈ ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ લેતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. ત્યારે 10 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આપને જણાવી દઈએ ફાયર બ્રિગેડની ટીમે આગ પર ફોમ છાંટી આગને કાબૂમાં લીધી હતી. તેમજ આગને બુજાવવા હજારો ટન ફોમ ઉપયોગમાં લેવામાં આવ્યુ હતું.આગ લાગ્યા બાદ બેન્ઝીનની એક ટેન્ક બાદ બીજી ટેન્ક ફાટતા મામલો ગંભીર બન્યો હતો. એટલુજ નહિ ઘટના સ્થળની નજીક વધુ એક 3000 LKની બેન્ઝીનની ટેન્ક હતી. જો 3000 LKની ટેન્ક ફાટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવું સ્થાનીકનું કહેવું છે. હાલ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. આ ઘટના બાદ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડ સહિત અનેક એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેન્ઝીન કેમિકલથી થોડા દૂર રહેલી નેપ્થા ની 6 ટેંક ખૂબ જોખમકારક હતી. જો નેપ્થા ની ટેન્કોમાં અસર થઈ હોત તો વડોદરાની આસપાસના ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત.ગુજરાત રિફાઇનરીમાં મોટા પ્રમાણમાં નેપ્થા અને LPG ગેસનો જથ્થા હોવા ને કારણે તંત્રમાં આંતરિક ભય ફેલાયો હતો.નેપ્થા ની ટેન્કો ને બચાવવા તાબડતોબ બ્રિગેડકોલ જાહેર જરાયો હતો.જો આગનું સ્વરૂપ વધારે વિકરાળ બન્યું હોત તો વડોદરા ગામ અને શહેરમાં હજોરો લોકો અસરગ્રસ્ત થયા હોત. ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.