Home ગુજરાત ઉત્તર ગુજરાત ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન...

૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે પ્રચાર માધ્યમો માટે ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ અંગે માર્ગદર્શક સૂચનાઓ

18
0

(જી.એન.એસ)તા.૨૨

વાવ,

તા.૧૩ નવેમ્બરથી તા.૨૦ નવેમ્બર સુધી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના મતદાનના દિવસે મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઑપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૨૬(ક) ની પેટાકલમ (૧)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (૨) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ૦૭-વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૩.૧૧.૨૦૨૪ ને બુધવારના સવારે ૦૭:૦૦ વાગ્યાથી તા.૨૦.૧૧.૨૦૨૪ ને બુધવારના સાંજના ૦૬:૩૦ વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને ૦૨ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય

મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅંધારી રાત્રે ઝૂંપડપટ્ટીમાં, 108ના પ્રકાશમાં જીવન પાંગર્યું
Next articleગુજરાત વિધાનસભા ખાતે “લેજિસ્લેટીવ ડ્રાફ્ટિંગ તાલીમ કાર્યક્રમ”નો સમાપન સમારોહ યોજાયો