(જી.એન.એસ)તા.4
વલસાડ,
વલસાડમાં સવારે હાઇવે હિટ એન્ડ રનની ઘટના બની છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવાનોના મોત થયા છે. કાર એક યુવકને ટક્કર મારી ફરાર થયો હતો. ફરાર થતા કાર ભગાવી ત્યારે તેણે એક યુવકને પણ પાછી ટક્કર મારી હતી. વલસાડમાં સવારે હાઇવે હિટ એન્ડ રન ની ઘટના બની છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં બે યુવાનોના મોત થયા છે. કાર એક યુવકને ટક્કર મારી ફરાર થયો હતો. ફરાર થતા કાર ભગાવી ત્યારે તેણે એક યુવકને પણ પાછી ટક્કર મારી હતી. કારચાલકે પહેલા એક કુંડી ફાટક પર એક વ્યક્તિને ઉડાવી દેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેને ઉડાવીને પછી ભાગેલા કાર ચાલકે સરોણ ફાટક પાસે બીજી વ્યક્તિને પણ ઉડાવી દીધો. અહીં એક રાહદારી મહિલાએ યુવકને 10 મિનિટ સુધી સીપીઆર આપી જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ આખરે તેનું મોત થયું હતું. આ આખી ઘટના સુરત અને મુંબઈના નેશનલ હાઇવે નંબર 48 પર બની હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ હિટ એન્ડ રનમાં જે ગાડી હતી તે એક્સયુવી હોવાનું અનુમાન છે. વલસાડ ગ્રામ્ય પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. એક યુવકનો મૃતદેહ સીએચસી ડુંગરીમાં તો બીજાનો મૃતદેહ વલસાડ સિવિલમાં લઈ જવામાં આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસને વિશ્વાસ છે કે કારચાલક ચોક્કસપણે નશામાં હશે અને પીને ગાડી ચલાવતો હશે. તેમા પણ પહેલા અકસ્માત અકસ્માત પછી ગભરાઈ જવાના પગલે તેણે ગાડી ભગાવી મૂકી હશે. ગાડી એક્સયુવી ચોક્કસ થઈ ગયું છે. તેથી પોલીસને વિશ્વાસ છે કે તેના માલિકને અને ચાલકને તે ટૂંક સમયમાં પકડી પાડશે. પોલીસને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગોળવાના શરૂ કર્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.