“એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીની આગેવાની હેઠળ માહિતી નિયામક કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું
રાજ્યની તમામ પ્રાદેશિક અને જિલ્લા માહિતી કચેરીઓ ખાતે પણ માહિતી પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરાયું
(જી.એન.એસ)તા.૩
પ્રાદેશિક-જિલ્લા કચેરી આસપાસના સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં જ વૃક્ષોનું વાવેતર કરાયું પર્યાવરણના રક્ષણ અને ધરતીને નંદનવન બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ મા કે નામ” અભિયાનનું આહ્વાન કર્યું હતું, જેને હકારાત્મક પ્રતિસાદ આપી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતભરમાં આ અભિયાનને પૂરતો વેગ આપ્યો છે. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરના ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણી તેમજ અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલના સબળ નેતૃત્વ હેઠળ માહિતી નિયામક કચેરીના સૌ અધિકારી-કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર માહિતી પરિવાર દ્વારા જૂના સચિવાલય પટાંગણને હરિયાળું બનાવવા ગુલમહોર, પીપળો, કણજી, ચંપો, ઉંમરો, પારસ પીપળો તેમજ તિકોમા સહિતના વિવિધ ફૂલછોડ ઉપરાંત લીમડા જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માત્ર વૃક્ષારોપણ જ નહિ, પરંતુ આ વૃક્ષોને ઉછેરવાની સ્વૈચ્છિક જવાબદારી પણ માહિતી પરિવારના અધિકારી-કર્મચારીઓ દ્વારા લેવામાં આવી છે. આટલું જ નહિ, માહિતી નિયામકની પ્રેરણાથી રાજ્યભરની તમામ પ્રાદેશિક માહિતી કચેરીઓ તેમજ જિલ્લા માહિતી કચેરીઓ ખાતે પણ માહિતી પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મજાની વાત તો એ છે કે, માહિતી કચેરીઓ દ્વારા કચેરી આસપાસના સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં જ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી આ સ્થળ પર ફરીથી ગંદકી ન થાય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.