(જી.એન.એસ)તા.૩
ભુજ,
ભુજ નજીકના મીરજાપર ગામે છપરીવાસમાં દુકાનદારે ૧૩ વર્ષની સગીરાને હવસ સંતોષવા ફોસલાવી પોતાના ઘરમાં લઇ જઇને હેવાનીયતથી દુષ્કર્મ ગુજારતાં ચકચાર મચી જવા પામી છે. દુષ્કૃત્ય કરનારા નરાધમ સામે પોક્સો દુષ્કર્મની કલમ તળે ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસે ઝડપી લેવા તપાસ તેજ કરી છે. એ ડિવિઝન પોલીસે ભોગબનાર સગીરાના પિતાની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં તેમનો પુત્ર અને ૧૨ વર્ષ અગ્યાર માસની પુત્રી મીરજાપર છપરીવાસમાં આવેલી આરોપી ઇશાક અલી કુંભારની દુકાને પાણી ભરવા માટે ગયા હતા. ત્યારે આરોપી ઇશાકેએ ફરિયાદીના પુત્રને રૂપિયા ૫૦ આપીને અન્ય દુકાનેથી ખરીદી કરવા મોકલી આપીને ફરિયાદીની સગીર દિકરીને લલચાવી ફોસલાવીને દુકાન પાછળ આવેલા રૂમમાં લઇ જઇને એક વખત બળજબરીથી શારિરીક સબંધ બાધ્યો હતો. બનાવ અંગે ફરિયાદીની દિકરીએ માતા-પિતાને જાણ કરતાં સગીરાને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ ડિવિઝન પોલીસે ઇશાક કુંભાર સામે દુષ્કર્મ પોક્સોની કલમ તળે ગુનો નોંધી ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.