Home મધ્ય ગુજરાત અમદાવાદ અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

અમદાવાદમાં કપડાંના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

18
0

(જી.એન.એસ)તા.1

અમદાવાદ,

અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક ભાષણ આગ લાગી હતી. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.ભાષણ આગના કારણે લોકોમાં નાસભાગ મચી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં એક કપડાંનાં ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. ફાયર વિભાગની નવ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ એટલી ભયાવહ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાયા હતા. કપડાંનાં ગોડાઉનમાં ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી તે પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે અને આ આગ કેવી રીતે તે અંગ તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ખાડિયાના પાનકોરનાકા વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગરનાં વલભીપુરમાં રોગચાળો ફાટી નીકળ્યો રોજીંદા 450 કેસ નોંધાયા
Next articleનિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!