(જી.એન.એસ) તા.૩૦
સુરત,
સુરતમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરત ગ્રામ્યમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ થવાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. સુરત માં વધુ એક દુષ્કર્મ ની ઘટના સામે આવી છે. શહેરમાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મ થવાનો કિસ્સો સામે આવતા ઉહાપોહ મચ્યો છે. છેલ્લા ઘણા સમયમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. યુવતીઓ અને મહિલાઓની સ્થિતિનો લાભ લઈ તેમના પર અત્યાચાર ગુજારી રહ્યા છે. તાજેતરમાં સુરતમાં 16 વર્ષની સગીરા સાથે દુષર્ક્મની ઘટના બનતા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ શખ્સ દ્વારા અવાર નવાર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. તે કોઈને જાણ ના કરે તેવી ધમકી પણ આપવામાં આવતી હતી. જો કે 16 વર્ષની આ સગીરા ગર્ભવતી થતા તમામ વિગતો સામે આવી. પરિવારને આ બાબતની જાણ થતાં કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ સગીરા પાંચ મહિનાની ગર્ભવતી છે. પોલીસે હવસખોર ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ગત મહિને માંડવી નજીકના ગામમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. માંડવી વિસ્તારમાંઘરના સભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી 21 વર્ષીય નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ બાળકી પર અત્યારચાર ગુજારતો હતો ત્યારે દાદી અચાનક આવી જતાં સમગ્ર ઘટના બહાર આવી. જેના બાદ બાળકીની માતાએ નરાધમ નિકુંજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા માંડવી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.