Home ગુજરાત વડોદરામાં એક મકાનની છત પડાવાથી એક બાળકીનું મૃત્યુ

વડોદરામાં એક મકાનની છત પડાવાથી એક બાળકીનું મૃત્યુ

10
0

(જી.એન.એસ) તા.૩૦

વડોદરા,

જાંબુવામાં આવેલા આવાસ યોજનાના ખખડધજ થઇ ગયેલા મકાનની છતનો થોડો ભાગ ધરાશાયી થઇને  પડતા એક બાળકીને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત સ્થિર છે. શહેરના જાંબુવા વિસ્તારના વુડાના મકાનો છેલ્લા કેટલાય સમયથી ખખડધજ હાલતમાં છે. કોર્પોરેશનના વિપક્ષી નેતાએ પણ આ અંગે અગાઉ રજૂઆત કરી હતી.તેમ છતાંય તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં નહીં આવતા આજે સવારે ફરીથી દુર્ઘટના ઘટી હતી. વુડાના મકાનની છતનો ભાગ ધરાશાયી થઇને પડતા એક બાળકીને ઇજા થઇ હતી. જેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ  પણ આવાસ યોજનાના મકાનનો સ્લેબ એક મહિલા પર પડતા ગંભીર ઇજા થઇ હતી. તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં પોલીસની ઓળખ આપીને એક પરિવાર પર હુમલો થયો
Next articleગાંધીનગરમાં એક યુવાને પ્રેમિકા સાથે વિડીયો ઉતારી બ્લેકમેલ કરાતા આત્મહત્યા કરી