Home ગુજરાત કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા

કડાણા ડેમની જળસપાટીમાં વધારો, 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા

15
0

(જી.એન.એસ),તા.29

મહીસાગર,

મહીસાગરના કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. કડાણા ડેમની સપાટી 418.7 ફૂટે પહોંચી છે. જેના પગલે કડાણા ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલીને 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે મહીનદીકાંઠાના 5 જિલ્લાના 235 ગામને એલર્ટ કરાયા છે. વડોદરાના 49, આણંદના 26, ખેડાના 32 ગામને એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ પંચમહાલના 18 અને મહીસાગરના 110 ગામને એલર્ટ કરાયા છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા ભરાયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 618.07 ફૂટ થઈ છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ આવ્યા છે. ડેમમાં હાલમાં 1157 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વરસાદી પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિનોદ બંસલ કાશ્મીરમાં કાળા ઝંડા પર બોલ્યા
Next articleઉધયનિધિ સ્ટાલિન તમિલનાડુના ડેપ્યુટી સીએમ બન્યા