Home દુનિયા - WORLD 9 ઓગસ્ટે ભંગ થશે પાકિસ્તાનની સંસદ

9 ઓગસ્ટે ભંગ થશે પાકિસ્તાનની સંસદ

26
0

(GNS),01

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાવવાનું નક્કી થઈ ગયુ છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે એક મોટી જાહેરાત કરી છે અને તેમને કહ્યું કે નેશનલ એસેમ્બલીને ભંગ કરવાની તારીખ 9 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. કામચલાઉ વડાપ્રધાન માટે 4થી 5 નામ પર સહમતિ બની છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાન આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યુ છે અને સમય પહેલા જ ચૂંટણી કરાવવામાં આવશે.

પાકિસ્તાની મીડિયા અનુસાર ખ્વાજા આસિફે કહ્યું કે, ચાર દિવસ પહેલા કામચલાઉ વડાપ્રધાન માટે પીપલ્સ પાર્ટીની બેઠક યોજાઈ હતી, બેઠકમાં ચારથી પાંચ નામો પર સહમતિ થઈ હતી. ચર્ચા બાદ નામો નેતૃત્વ પાસે જશે. રક્ષા મંત્રીનું કહેવું છે કે કામચલાઉ વડાપ્રધાન માટે જે નામ આપવામાં આવ્યા છે તે પ્રતિષ્ઠા ધરાવતા સામાન્ય નાગરિકો છે. એક રાજકારણ સાથે સંબંધિત છે, જ્યારે એક વ્યક્તિત્વને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. પાકિસ્તાનમાં કામચલાઉ સરકારની રચનાના 90 દિવસની અંદર ચૂંટણી યોજાશે. જો વર્તમાન ગૃહે તેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોત તો 60 દિવસમાં ચૂંટણી યોજાઈ હોત.

અહીં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની વાપસીની તૈયારીઓ લગભગ શરૂ થઈ ગઈ છે અને તેઓ યુરોપથી પરત ફર્યા બાદ લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાન પરત ફરવાની તારીખ અને રણનીતિ જાહેર કરશે. નવાઝ શરીફ આગામી 48 કલાકમાં લંડન પરત ફરશે, જ્યાં તેઓ ટોચના નેતૃત્વ સાથે ચર્ચા કર્યા બાદ વ્યૂહરચના ઘડશે. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

નવાઝ શરીફ સામાન્ય ચૂંટણી સંબંધિત તમામ પ્લાનિંગ કરી રહ્યા છે… જે જણાવીએ તો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવાઝ શરીફ તેમના વતન પરત ફરવા પર લાહોરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આગામી ચૂંટણીમાં પાર્ટી તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. નવાઝ શરીફ પોતે ચૂંટણી સંબંધિત તમામ આયોજન કરી રહ્યા છે અને પાર્ટીમાં કયા નેતાને જવાબદારી સોંપવામાં આવશે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. તે જ સમયે, વડાપ્રધાન શાહબાઝ શરીફે પહેલેથી જ કહ્યું હતું કે સહયોગીઓ સાથે ચર્ચા કરીને 12 ઓગસ્ટ પહેલા નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચ આગામી ચૂંટણીની તારીખ જાહેર કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભચાઉમાં 2.9 તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
Next articleમોસ્કોમાં ફરી ડ્રોન હુમલો, સરકારી ઇમારતને નિશાન બનાવી, વાનુકોવો એરપોર્ટ બંધ, હુમલા બાદ ઈમરજન્સી સેવાઓ સક્રિય