Home ગુજરાત 60 વર્ષથી બેફામ બનેલા કોંગ્રેસ અને ભાજપને કાબુમાં રાખવા ત્રીજો મોરચો અનિવાર્ય….!

60 વર્ષથી બેફામ બનેલા કોંગ્રેસ અને ભાજપને કાબુમાં રાખવા ત્રીજો મોરચો અનિવાર્ય….!

224
0
SHARE
“પ્રજાના વોટ તો અમારા ખિસ્સામાં” એવા અભિમાનમાં રાચનારાઓને જવાબ આપવો જરૂરી….
પરિવર્તન યુગમાં ગુજરાતના મતદારોએ ત્રીજા મોરચાને સ્વીકારવાની માનસિક્તા કેળવવી પડશે….
રાજીવ ગાંધી ભવન તરફ નોટોના થપ્પા મૂક્યા અને વધુ બે પૂંછડી પટપટાવતા કેસરી પટ્ટો પહેરવા તૈયાર થયા.

(જીએનએસ. પ્રવિણ ઘમંડે)
ગુજરાતના રાજકારણ કોરોના લોકડાઉન-5માં ફરીથી ધારાસભ્યોના ખરીદ-વેચાણની શષરૂઆત થઇ ગઇ હોય તેમ રાજ્યસભાની વધુ એક બેછક જીતવા ભાજપે કોંગ્રેસની વધુ બપે વિકેટો ખેરવી લીધી છે. ખેરવવા કરતાં જેમને વેચાવવુ જ છે ત્યારે ખરીદનાર માટે રસ્તો સરળ બની જાય છે. ગુજરાતમાં 1960થી 1995 સુધી કોંગ્રેસ રાજકિય રીતે બેફામ-બેકાબુ અને પ્રજાના વોટ તો અમારા ખિસ્સામાં એવા તોરમાં રાચતી હતી. 1995થી 2020 સુધી એટલે કે છેલ્લાં 25 વર્ષથી હવે ભાજપ બેફામ છે સત્તા ટકાવી રાખવા ઓછી બેઠકો મળે તો સત્તાના જોરે કોંગ્રેસમાંથી બધુ જ ખરીદી શકાય છે, એવી ખંદા દલાલની ભૂમિકા અદા કરીને કોંગ્રેસનો માલ ખરીદે છે. 2017માં ગુજરાતના મતદારોએ બેફામ ભાજપ પર લગામ રાખવા 99 બેઠકો આપી ત્યારે કેસરિયા નેતાઓને સમજાયું કે લોકમાનસ તેમની તરફેણમાં નથી. અને કોંગ્રેસના લાલચુડા અને પૈસા તથા પદ માટે પોતાનું સર્વસ્વ વેચવા તૈયાર એવા ધારાસભ્યોની બોલી લગાવીને આંકડો 100ની ઉપર લઇ ગયા છે. આવા બેફામ બનેલા પક્ષોને કાબુમાં રાખવા માટે દક્ષિણ ભારત અને યુપીમાં છે એમ ત્રીજા મોરચાની જરૂરિયાત વર્તાઇ રહી હોવાનું એક રાજકિય ચિત્ર ઉપસી રહ્યું છે.
ગુજરાતની સ્થાપના થઇ ત્યાંથી લઇને 1995 સુધી કોંગ્રેસે સત્તા ભોગવી. સત્તાનો મદ 1995માં ઉતર્યો તે પછી કોંગ્રેસને ગાંધીનગરની ગાદી ફરી મળી શકી નથી. 35 વર્ષ કોંગ્રેસે મનમાની કરી. વાણીવિલાસ કર્યો. કોમી તોફાનો થયા. અને હવે 25 વર્ષથી સત્તા ભોગવનાર ભાજપમાં પણ હવે કોગ્રેસના તમામ લક્ષણો પ્રવેશી ગયા છે. સત્તાના જોરે બધુ જ ખરીદી શકાય છે, લોકો ગયા તેલ લેવા..લોકો એટલે શું.. એક વોટની કિંમત શું….એવી ગણતરીમાં રાચતા સત્તાપક્ષે રાજ્યસભાની 3 બેઠકો જીતવા માટે રાજીવ ગાંધી ભવન તરફ નોટોના થપ્પા મૂક્યા અને વધુ બે પૂંછડી પટપટાવતા કેસરી પટ્ટો પહેરવા તૈયાર થયા.
ગુજરાતની એવી રાજકિય હાલત કોંગ્રેસ અને ભાજપે કરી નાંખી છે કે અહીં જાણે કે સબકુછ બિકતા હૈ…! ગુજરાત વેચાઉ બની ગયું છે. ગુજદરાતમાં કોંગ્રેસના કોઇપણ ધારાસભ્યને ખરીદી શકાય એવી હાલત ભાજપે કરી નાંખી છે. અને આ બધુ થાય છે સત્તાના જોરે. અમારી તરફ ના આવ્યો તો કરો કેસ…..પોલીસને કામે લગાડો….ખાણખનિજ વિભાગને કામે લગાડો….આવકવેરામાં ફાઇલો તપાસો….અને પછી શરૂ થાય રાજીનામાના ખેલ….!!
રાજકિય નિરીક્ષકો હવે એવા મતપર આવી રહ્યાં છે ચે ગુજરાતમાં આ રાજકિય ધંધા બંધ કરવા હોય તો તેમને કાબુમાં રાખવા માટે ત્રીજો મોરચો જરૂરી છે. પ્રજાએ પણ હવે ત્રીજા મોરચા માટે મન મનાવવુ પડશે. કેમ કે પ્રજાએ ભાજપ અને કોંગ્રેસ એમ બન્નેની રાજકિય દાદાગીરી જોઇ લીધી છે.. તેમને કાબુમાં રાકવા માટે જે કોઇ ત્રીજો મોરચો લઇને રાજદકિય મેદાનમાં ઉતરે તે તેમને એટલી તો બેઠકો આપવી જોઇએ કે જેથી બન્ને મુખ્ય પક્ષો પોતાનું ધાર્યું ના કરી શકે.
ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને દિલ્હીના ઇશારે ચાલે છે. હાઇકમાન્ડ કહે તેમ ચાલે છે. ખરેખર તો પ્રજા સર્વોપરિ છે. જે ધારાસભ્યો લાગ જોઇને રાજીનામા આપે છે તેમણે પોતાના મતદારોને પૂછવા સુધ્ધાની દરકીર લીધી છે ખરી…? જો ત્રીજો મોરચો હશે તો ધારાસભ્યોના આવા ખરીદ-વેચાણના ગોરખધંધા પણ અટકી જશે. દક્ષિણ ભારતમાં નાના નાના રાજકિય પક્ષો સરકારને કાબુમાં રાખે છે. ત્યાંના મતદારોની જેમ ગુજરાતના મતદારોએ પણ ભાજપ કે કોંગ્રેસની માનસિક્તા બદલીને ત્રીજા મોરચાને સ્વીકારવાની માનસિક્તા કેળવવી પડશે. દુનિયામાં બધુ બદલાઇ રહ્યું છે. કોરોનાએ જિંદગી બદલી નાંખી હોય તો મતદારો ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ત્રીજા મોરચાને સ્વીકારવાની માનસિક્તા ના કેળવી શકે….?

Print Friendly, PDF & Email