(જી.એન.એસ),તા.૨૬
મેક્સિકો
અનિયમિત લાઇફ સ્ટાઇલ અને ખરાબ ખાણીપીણીના લીધે લોકોના શરીરમાં ઘણી બિમારીઓનું કારણ બનતું જાય છે અને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધતો જાય છે, પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે એક 6 વર્ષના બાલકનું હાર્ટ એટેકથી મોત થયું છે. તમને સાંભળવામાં અટપટુ લાગશે, પરંતુ ઉત્તર-પૂર્વી મેક્સિકોમાં આમ થયું છે. ધ મિરરના રિપોર્ટ અનુસાર ઉત્તર-પૂર્વી મેક્સિકોના માટામોરોસમાં એક 6 વર્ષના બાળકનું કથિત રીતે એક ગ્લાસ મોન્સ્ટર એનર્જી ડ્રિંક (Monster Energy drink) પીવાથી મોત થયું છે. આ દુખદ ઘટના તે સમયે થઇ જ્યારે Francisco Cervantes 16 એપ્રિલના રોજ પોતાની દાદીના ઘરે જઇ રહ્યો હતો. રિપોર્ટ અનુસાર Francisco Cervantes એ પોતાની તરસ છુપાવવા માટે જલદીથી મોન્સ્ટર એનર્જી ડ્રિક પી લીધું. એનર્જી ડ્રિંક પીધા બાદ બાળકને બેચેનીનો અનુભવ થવા લાગ્યો અને તેના સંબંધીઓ સ્થાનિક અલ્ફ્રેડો પુમારેજો હોસ્પિટલ લઇ ગયા. હોસ્પિટલમાં ભરતી થયા બાદ ડોક્ટરોએ જણાવ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું બ્રેન ડેડ થઇ ગયું છે. ત્યારબાદ Francisco એ કોમામાં છ દિવસ વિતાવ્યા, કારણ કે તેની માતા જેસિકાએ શરૂમાં તેને આર્ટ્ફિશિયલ લાઇફ સપોર્ટ મશીનથી દૂર કરવાની પરવાનગી આપી ન હતી. રિપોર્ટ અનુસાર આ વાતની જાણકારી મળી શકી નથીક એ 6 વર્ષના Francisco Cervantes પહેલાંથી કોઇ ગંભીર બિમારીથી પીડિત હતો કે નહી. જોકે એનએચએસ સહિત વિભિન્ન હેલ્થ એક્સપર્ટે સલાહ આપી છે કે નાના બાળકોને એનર્જી ડ્રિંકનું સેવાન ન કરવું જોઇએ. જેમાં મોટી માત્રામાં કૈફીન અને ખાંડ હોય છે. બાળકના મોત બાદ અત્યાર સુધી મોન્સ્ટર એનર્જી ડ્રિંકની તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. Francisco ની માતાએ કહ્યું કે દુર્ભાગ્યથી મારો પુત્ર આ દુનિયામાં રહ્યો નથી અને હવે વધુ ન લઇ શકે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.