Home દેશ - NATIONAL 53 વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો...

53 વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો

22
0

કોર્ટે હિંદુઓને યુપીના બાગપતમાં સ્થિત લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદો

(જી.એન.એસ),તા.૦૬

યુપીના બાગપત જિલ્લામાં 53 વર્ષથી ચાલી રહેલા મઝાર અને લાક્ષાગૃહ વિવાદમાં આખરે કોર્ટે હિંદુઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે હિંદુઓને લાક્ષાગૃહનો માલિકી હક્ક આપવાનો ચુકાદો આપ્યો છે. આ વિવાદમાં મઝાર અને તેની સાથે જોડાયેલી લગભગ 100 વાઘા જમીન પર છેલ્લા 53 વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. 1970માં આ વિવાદમાં ટ્રાયલમાં બાગપતના સિવિલ જજ શિવમ દ્વિવેદીએ આ ચુકાદો સંભળાવ્યો હતો. મેરઠના સરધના કોર્ટમાં બરનાવા નિવાસી મુકીમ ખાને વકફ બોર્ડના પદાધિકારીની હેસિયતથી વાદ દાખલ કર્યો. જેમા લાક્ષાગૃહ ગુરુકુળના સંસ્થાપક બ્રહ્મચારી કૃષ્ણદત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. મુકીમ ખાને તેના પર વક્ફ બોર્ડના માલિકી હક્કની દાવેદારી કરી હતી. જ્યાં શેખ બદ્દરુદ્દીનની મજાર અને મોટા કબ્રસ્તાનની જમીન છે. આ કેસમાં કોર્ટે 10થી વધુ હિંદુ પક્ષની સાક્ષીઓની જુબાની નોંધી હતી.

તમને જણાવી દઈએ કે સિવિલ જજ શિવમ દ્રીવેદીએ મુસ્લિમ પક્ષનો કેસ ફગાવી દીધો હતો. કોર્ટમાં આ મામલે છેલ્લા 53 વર્ષથી હિંદુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. આ મહાભારત કાળ સાથે જોડાયેલા લાક્ષાગૃહનો કેસ છે. જેના પર મુસ્લિમ સમાજે લાક્ષાગૃહ નહીં પરંતુ શેખ બદરુદ્દીનની મજાર હોવાનો દાવો કર્યો. ત્યારબાદ 1970માં બાગપત સિવિલ કોર્ટમાં તેનો કેસ દાખલ થયો હતો. જેના પર આજે બાગપતની સિવિલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. આ અગાઉ અયોધ્યા રામ મંદિર વિવાદનો ઉકેલ આવતા ત્યાં ભવ્ય રામ મંદિરનો માર્ગ મોકળો થયો અને ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યુ છે. કાશીમાં જ્ઞાનવાપીમાં મંદિર હોવા અંગે ASIના અહેવાલ પર હિન્દુ પક્ષમાં ખુશીની લહેર જોવા મળી છે. જેમા કોર્ટે વ્યાસજીના ભોંયરામાં પૂજાની છૂટ આપવાનો ચુકાદો આપતા પૂજા પણ શરૂ થઈ ગઈ છે. હિન્દુ પક્ષ વજુ ખાનામાં કથિત શિવલિંગ ધરાવતી જગ્યાના ASI સર્વેની પણ માંગ કરી રહ્યું છે. આ તરફ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં, હિંદુ પક્ષે માલિકી હક્કની લડાઈ કોર્ટમાં લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને ચૂંટણી પંચે મહત્વનો આદેશ આપ્યો
Next articleઅમેરિકી સરકારે ભારતીયો માટે ગ્રીન કાર્ડ મેળવવાને લઈને નિર્ણય કર્યો