Home દેશ - NATIONAL 5 દિવસમાં 5 ડિગ્રી તાપમાન વધશે, તૂટી શકે કેટલાય જૂના રેકોર્ડ?.. :...

5 દિવસમાં 5 ડિગ્રી તાપમાન વધશે, તૂટી શકે કેટલાય જૂના રેકોર્ડ?.. : ભારતીય હવામાન વિભાગ

70
0

આ વખતે ફેબ્રુઆરીમાં જ ગરમીએ તેનું રૂપ દેખાાવાનું શરૂ કરી દીધું છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આ વખતે માર્ચ મહિનાના પહેલા પંદર દિવસમાં ઉત્તર પશ્વિમી ભારતમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે, ત્યારે માર્ચ, એપ્રિલ અને મેમાં તો ગરમીનો પારો કેટલો પહોંચે તે તો સમય જ બતાવશે.

દેશના કેટલાક ભાગોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્લીમાં રોજેરોજ તાપમાન વધી રહ્યું છે. રોજેરોજ ગરમી તેનો રેકોર્ડ બનાવી રહી છે. અને આગળના 5 દિવસોમાં આ તાપમાન વધી શકે છે. IMDએ જણાવ્યું છેકે ઉત્તર પશ્વિમ, મધ્ય અને પૂ્ર્વ ભારતમાં આગળના 5 દિવસમાં મહત્તમ તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધી શકે છે. દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન વધી શકે છે.

ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે આમ જોવા જઈએ તો માર્ચના પહેલા અઠવાડિયામાં ગરમી હોય જ છે. પરંતુ ફેબ્રુઆરીમાં જ ગરમીએ પારો ઉચક્યો છે. ત્યારે કાળઝાળ ગરમી અને લૂને લઈને ચિંતાઓ વધી છે. IMDએ જણાવ્યું કે આવનારા 5 દિવસમાં ઉત્તર પશ્વિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન સામાન્યથી 5 ડિગ્રી વધી રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છેકે આવનાર 2 દિવસમાં ઉત્તર પશ્વિમી ભારતમાં તાપમાનમાં બદલાય તેવી સંભાવના છે.. જેના કારણે તાપમાન 2થી 3 ડિગ્રી વધવાનું અનુમાન છે. IMDના એક અધિકારીએ કહ્યું કે માર્ચના પખવાડિયામાં ઉત્તર પશ્વિમી ભારતમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધારે પહોંચી શકે છે.

ફેબ્રુઆરીમાં ગરમી વધવાનાને પગલે આઈએમડીએ અનેક કારણો જણાવ્યા. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને મુખ્ય કારણ ગણાવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે સામાન્યથી વધારે તાપમાન ઘઉં અને અન્ય પાકો પર અસર થઈ શકે છે. જેના કારણે પાકોને મોટાપાયે નુકસાન થઈ શકે છે. અન્ય ઉભા પાકો અને બાગાયત પર પણ આવી જ અસર થઈ શકે છે.

IMD એ જણાવ્યું હતું કે, “ઉચ્ચ તાપમાનની અસરને ઘટાડવા અને જમીનની ભેજને બચાવવા અને તેનું તાપમાન જાળવી રાખવા માટે લીલા ઘાસની સામગ્રી સાથે શાકભાજીના પાકની બે હરોળ વચ્ચેની જગ્યા રાખો.” જો મેદાનોમાં મહત્તમ તાપમાન ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓછામાં ઓછું 37 ડિગ્રી અને પર્વતીય વિસ્તારોમાં 30 ડિગ્રી અને સામાન્ય કરતાં ઓછામાં ઓછું 4.5 ડિગ્રી વધારે હોય તો હીટ વેવ જાહેર કરવામાં આવે છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે જણાવ્યું કે તાપમાનમાં વધારો અને ઘઉંના પાક પર તેની અસરને કારણે સર્જાયેલી પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદે ઘઉંની એક નવી જાત પણ વિકસાવી છે જે બદલાતી હવામાનની પેટર્ન અને વધતા ગરમીના સ્તરને કારણે ઊભા થતા પડકારોને દૂર કરી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વિદેશમંત્રીની પાકિસ્તાન-ચીનને ચેતવણી, ‘ભારત પોતાની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે’
Next articleસુપ્રીમ કોર્ટે પવન ખેડાને વચગાળાના જામીન આપતા મળી મોટી રાહત