Home દેશ - NATIONAL 4 મહિલા રેસલર્સે પોલીસને પુરાવા સોંપતા બ્રિજ ભૂષણની મુશ્કેલીમાં વધારો

4 મહિલા રેસલર્સે પોલીસને પુરાવા સોંપતા બ્રિજ ભૂષણની મુશ્કેલીમાં વધારો

53
0

(GNS),14

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની તપાસ અંતિમ તબક્કામાં છે. તેમના આરોપોના પુરાવા તરીકે કુસ્તીબાજોએ દિલ્હી પોલીસને અનેક ઓડિયો રેકોર્ડિંગ અને વીડિયો આપ્યા છે. પોલીસે આ કેસમાં 15 જૂન પહેલા ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. મળતી માહિતી મુજબ આરોપ લગાવનાર 6 મહિલા રેસલર્સમાંથી 4એ પોલીસને આ પુરાવા આપ્યા છે. પોલીસ સમક્ષ તેમની ફરિયાદમાં આ મહિલાઓએ બ્રિજ ભૂષણ પર બહાનું બનાવીને ખોટા ઈરાદાથી તેમને ‘સ્પર્શ’ કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પોલીસે તેમને આરોપોના સમર્થનમાં પુરાવા રજૂ કરવા કહ્યું હતું. રવિવારે, આ મહિલા કુસ્તીબાજોએ આરોપોને સમર્થન આપવા માટે પોલીસને ઓડિયો-વિઝ્યુઅલ પુરાવા આપ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ફરિયાદી કુસ્તીબાજો, કોચ, રેફરી અને બ્રિજભૂષણ શરણ સિંહના સહયોગી સહિત લગભગ 200 લોકોના નિવેદન નોંધ્યા છે. તાજેતરમાં,બ્રિજ ભૂષણ શરણની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે દિલ્હી પોલીસે તેમની સામે મહિલા કુસ્તીબાજોના આરોપોની તપાસ માટે 5 દેશોના કુસ્તી મહાસંઘની મદદ માંગી હતી. દિલ્હી પોલીસે આ પાંચ દેશોના ફેડરેશનને પત્ર લખીને વીડિયો અને ફોટો વગેરેની માહિતી માંગી છે.

મહિલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર ઈન્ડોનેશિયા, બલ્ગેરિયા, કઝાકિસ્તાન, મંગોલિયા અને કિર્ગિસ્તાનમાં યોજાયેલી ટૂર્નામેન્ટ દરમિયાન જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. દિલ્હી પોલીસે આ દેશોના રેસલિંગ ફેડરેશનોને પત્ર લખીને ટૂર્નામેન્ટના વીડિયો ફૂટેજ અને ખેલાડીઓના રોકાણનો વીડિયો આપવા વિનંતી કરી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ દેશોના રેસલિંગ ફેડરેશન પાસેથી માંગવામાં આવેલી વિગતો 15 જૂન સુધી મેળવી શકાશે નહીં. 15 જૂન સુધીમાં દિલ્હી પોલીસ આ મામલે પોતાનો રિપોર્ટ દાખલ કરશે. હવે પોલીસ 15 જૂન પછી વિદેશથી મળેલી વિગતો સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં દાખલ કરી શકશે.

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી 6 જુલાઈના રોજ યોજાશે. અગાઉ 4 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી, પરંતુ હવે તેને બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મહેશ મિત્તલ કુમારને ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કુસ્તીબાજો સાથેની બેઠકમાં ખેલ મંત્રીએ 30 જૂન સુધીમાં ચૂંટણી કરાવવાની ખાતરી આપી હતી. બ્રિજભૂષણ શરણ સિંહ આ ચૂંટણી લડી શકશે નહીં. તેઓ સતત ત્રણ ટર્મથી પ્રમુખ રહ્યા છે, તેથી ફેડરેશનના નિયમો અનુસાર તેઓ કોઈપણ પદ માટે ચૂંટણી લડી શકતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઓપી ધનખર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈએ આ અંગે ઔપચારિક પુષ્ટિ કરી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીન પાસે 400 થી વધુ પરમાણુ હથિયાર, ભારત પાસે 164
Next articleમણિપુરમાં ફરી ગોળીબાર, 9ના મોત, 10 ઘાયલ