Home રમત-ગમત Sports 39 બોલમાં સદી ફટકારનાર ખેલાડીએ 8.3 ઓવરમાં આખી T20 મેચ પૂરી કરી...

39 બોલમાં સદી ફટકારનાર ખેલાડીએ 8.3 ઓવરમાં આખી T20 મેચ પૂરી કરી દીધી

46
0

(જી.એન.એસ),તા.૨૩

ILT20 એટલે કે ઈન્ટરનેશનલ લીગ T20માં 39 બોલમાં સદી ફટકારીને 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડનાર બેટ્સમેને 8.3 ઓવરમાં જ આખી મેચ પૂરી કરી દીધી હતી. જોકે, આ બેટ્સમેન અહીં સદી ફટકારી શક્યો નહોતો. તે સદીથી માત્ર 7 રન દૂર રહ્યો હતો. છતાં તે 93 રનની ઈનિંગ રમીને પોતાની ટીમની જીતનો હીરો બન્યો હતો. જે ખિલાડી છે જ્હોન્સન ચાર્લ્સ. વેસ્ટ ઈન્ડિઝનો જ્હોન્સન ચાર્લ્સ વિકેટકીપર બેટ્સમેન છે. 22 જાન્યુઆરીના રોજ, ILT20માં દુબઈ કેપિટલ્સ અને શારજાહ વોરિયર્સ વચ્ચે મેચ હતી, જેમાં ચાર્લસે શારજાહ વોરિયર્સ તરફથી રમતી વખતે તોફાન સર્જ્યું હતું. અને પરિણામ એ આવ્યું કે તેની ટીમને 5 વિકેટે તોફાની જીત મળી. લીગમાં રમાયેલી બે મેચમાં શારજાહ વોરિયર્સની આ પ્રથમ જીત હતી. 

સવાલ એ હશે કે જોન્સન ચાર્લ્સે આ T20 મેચ માત્ર 8.3 ઓવરમાં કેવી રીતે ખતમ કરી નાખી?.. પરંતુ, અમે આ વાત પર આવીએ તે પહેલા, તમારા માટે તેની 39 બોલમાં ફટકારેલી સદી વિશે જાણવું મહત્વપૂર્ણ છે. તેણે ગયા વર્ષે સાઉથ આફ્રિકા સામે T20 ઈન્ટરનેશનલમાં આ સદી ફટકારી હતી. અને તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનો રેકોર્ડ પણ બનાવ્યો. તેણે 2016માં ક્રિસ ગેલે બનાવેલો રેકોર્ડ તોડ્યો હતો. ત્યાર બાદ ગેઈલે 47 બોલમાં સદી ફટકારી હતી. જ્હોન્સન ચાર્લ્સનો ઈતિહાસ જાણ્યા બાદ હવે તેના વર્તમાનમાં પ્રદર્શન વિશે જાણવાનો વારો છે. અને, વર્તમાન વાસ્તવિકતા એ છે કે શારજાહ વોરિયર્સે ILT20માં દુબઈ કેપિટલ્સને 5 વિકેટથી હરાવ્યું છે, જેમાં જોન્સન ચાર્લ્સ હીરો તરીકે ઉભરી આવ્યો છે. 171 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે તેણે એકલા હાથે 8 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ચાર્લ્સે 51 બોલનો સામનો કર્યો, એટલે કે તેણે 8.3 ઓવરનો એકલા સામનો કર્યો અને મેચ જીતાડી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field