Home દુનિયા - WORLD 3 મોટા હુમલાથી અમેરિકા ધ્રૂજી ઉઠ્યું

3 મોટા હુમલાથી અમેરિકા ધ્રૂજી ઉઠ્યું

28
0

નાઇટ ક્લબમાં માસ ફાયરિંગ, સાયબર ટ્રકમાં બ્લાસ્ટ, ટ્રક-એટેક, 15નાં મોત

(જી.એન.એસ),તા.02

વોશિંગ્ટન

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ત્રણ મોટા હુમલા થયા છે. ગઈકાલે ન્યૂ ઓર્લિયન્સમાં ન્યૂ યર સેલિબ્રેશન કરવા ભેગા થયેલા લોકોને વાહનચાલકે કચડી નાખ્યા હતા, જેમાં 15નાં મોત થયાં હતાં, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. એના થોડા જ કલાકો પછી લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઈન્ટરનેશનલ હોટલની બહાર ટેસ્લાની સાયબર ટ્રકમાં બ્લાસ્ટ થયો, જેમાં 1નું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બની જેની થોડીવાર પછી વધુ એક મોટા હુમલાના સમાચાર આવતાં જ અમેરિકા ધ્રૂજી ઊઠ્યું છે. ન્યૂયોર્કમાં એક નાઇટ ક્લબમાં માસ ફાયરિંગ થયું છે, જેમાં 11 લોકોને ગોળી વાગી છે. વાહનચાલકની ઘટનામાં ઘટનાસ્થળેથી લાંબી બંદૂક ઉપરાંત બે દેશી બોમ્બ અને ISISનો ઝંડો મળી આવ્યો હતો. FBI હવે આ સમગ્ર મામલાની આતંકવાદી ઘટના તરીકે તપાસ કરી રહી છે. આરોપી ડ્રાઈવરની ઓળખ શમસુદ્દીન જબ્બાર તરીકે થઈ છે. એફબીઆઈનું માનવું છે કે આ હુમલામાં ઘણા લોકો સામેલ હોઈ શકે છે અને આ હુમલા માટે માત્ર શમસુદ્દીન જ જવાબદાર નથી.  તે જ સમયે, રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, હુમલાખોરની ગતિવિધિથી એવું લાગે છે કે તે ISISથી પ્રભાવિત હતો અને શક્ય તેટલી હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ હુમલાને લઈને ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી છે. પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મોદીએ કહ્યું કે આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવો જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field