Home ગુજરાત 29 એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે

29 એપ્રિલે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે

29
0

43 વિદ્યાર્થીને પ્રાઇઝ અપાશે : વર્ષ- 2024 ના 44 વિદ્યાર્થીને ગોલ્ડ, 12 ને સિલ્વર, 34 ને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અપાશે

(જી.એન.એસ) તા. 27

ભાવનગર,

આ મહિને તા.૨૯ના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 9 મો પદવીદાન સમારોહ યોજાશે જેમાં ૧૩૯૬૫ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તેમજ વિવિધ ફેકલ્ટીમાં ઝળહળતા તેજસ્વી છાત્રોને મેડલ તથા પ્રાઇઝ આપી સન્માનિત કરવામાં આવશે. જે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યપાલ રહેશે.

આગામી તા.૨૯ એપ્રિલના રોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો ૯મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને અટલ ઓડીટોરીયમ ખાતે યોજાનાર છે જેના અનુસંધાને આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવાઇ હતી જેમાં નવનિયુક્ત કુલપતિ ડો.ભરત રામાનુજે વિગતો આપતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના આ ૯માં કોન્વોકેશન દરમિયાન વર્ષ-૨૪ના કુલ ૧૩૯૬૫ વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. તો વિશેષ પ્રતિભા સમાન ૧૧ ફેકલ્ટીમાં ટોપ કરનાર એવા ૯૦ છાત્રોને મેડલ અપાશે. ગત કોન્વોકેશનમાં ૭૯ મેડલ હતા જેમાં મેડિકલ ફેકલ્ટીમાં એક વધુ મેડલ ઉમેરાતા ૧૬ થયા છે. તો સાયન્સમાં વધુ ૪ મેડલનો ઉમેરો થતા ૨૫, મેનેજમેન્ટમાં ૧નો ઉમેરો થતા ૫, કોમર્સમાં ૨નો ઉમેરો થતા ૪ તેમજ નર્સિંગમાં આ વર્ષથી ૧ નવો મેડલ આપવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રાઇઝમાં મેડિકલ ક્ષેત્રે ૨, સાયન્સ ફેકલ્ટીમાં ૧૫, કોમર્સમાં ૨, લોમા ૨, એજ્યુકેશનમાં ૬ અને આર્ટસમાં ૧૬ મેડલ આપવામાં આવશે જેમાં ૪૪ ગોલ્ડ, ૧૨ સિલ્વર અને ૩૪ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ અપાશએ. આ પદવીદાન સમારોહને સફળતાપૂર્વક પાર પાડવા યુનિવર્સિટીની તમામ નિર્ધારીત કમિટીઓ દ્વારા આખરી ઓપ અપાયો છે.

ડીજી લોકર ડીજીટલ ઇન્ડિયાનો એક મહત્વનો ભાગ છે. જે પૈકી મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી દ્વારા આ ૯માં કોન્વોકેશનમાં એનએડી પોર્ટલ પર ડિસે.-૨૪ અને માર્ચ-૨૫ના કુલ ૧૩૯૬૫ ડીગ્રી સર્ટીફીકેટનો ડેટા ડીજીટલ લોકર એપ્લિકેશનમાં અપલોડ કરેલ છે. વધુમાં ૨૦૧૬થી જુન-૨૪ સુધીની કુલ ૭,૬૨,૭૮૮ માર્કશીટનો ડેટા પણ ડીજી લોકરમાં અપડેટ કરેલ છે જેથી વિદ્યાર્થી કોઇપણ સમયે કોઇપણ સ્થળેથી મોબાઇલ કે કોમ્પ્યુટરના ઉપયોગ થકી પોતાના દસ્તાવેજો જોઇ શકે પ્રિન્ટ કાઢી શકે જેની હાર્ડ કોપી સાથએ રાખવાની જરૂર નથી. આ ઇ દસ્તાવેજો સરકારી અને ખાનગી સંસ્થઆઓ દ્વારા પણ માન્ય ગણાશે જેનું ઓપનીંગ અને લોંચીંગ રાજ્યપાલના હસ્તે આ કોન્વોકેશનમાં કરાશે.