Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી 26 જાન્યુઆરી 2024ના દિવસે કર્તવ્ય પથ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું

26 જાન્યુઆરી 2024ના દિવસે કર્તવ્ય પથ માટે ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું

35
0

(જી.એન.એસ),તા.૨૪

દેશના 75માં પ્રજાસત્તાક દિવસ માટે આજે 23 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. પ્રજાસત્તાક દિવસ પર જે પરેડ યોજાવા જઈ રહી છે તેને આ વખતે મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે. પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ પરેડમાં કૂચ કરશે. પ્રજાસત્તાક દિવસના ત્રણ દિવસ પહેલા દિલ્હીમાં ફૂલ ડ્રેસ રિહર્સલની કેટલીક તસવીરો સામે આવી છે. તસવીરોને જોતા લાગી રહ્યું છે કર્તવ્ય પથ પર નજારો અલગ જ હશે.

26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં કર્તવ્ય પથ પર નીકળનારી ઝાંખીમાં રામલલાની તસવીર પણ જોવા મળશે. ઉત્તર પ્રદેશની ઝાંખીમાં રામલલાને રામ મંદિરની ઉપર ઊભેલા બતાવવામાં આવ્યા છે. આ વખતે ઝાંખીમાં રામલલાની સાથે રાજ્યના ટેકનોલોજીકલ વિકાસને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેપિડ રેલની સાથે બ્રહ્મોસ મિસાઈલ પણ ઝાંખીમાં બતાવવામાં આવી છે.  

23 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હીમાં પરેડની રિહર્સલ માટે કેટલાક રસ્તાના ટ્રાફિકને ડાયર્વટ કરવામાં આવ્યા હતો. કર્તવ્ય પથ પર ફૂલ ડ્રેસ રિહર્સલ સમય જમીનથી લઈને આકાશ સુધી ભારતના સામર્થ્યની ઝાંખી જોવા મળી હતી. દેશના 75માં ગણતંત્ર દિવસ પર જે પરેડ યોજાવા જઈ રહી છે તેને આ વખતે મહિલા કેન્દ્રિત બનાવવામાં આવી છે. પ્રથમ વખત ત્રણેય સેનાની મહિલા ટુકડીઓ પરેડમાં કૂચ કરશે.

આ સિવાય કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીમાં મહિલાઓને પણ સામેલ કરવામાં આવનાર છે. પરેડ દરમિયાન તિરંગા અને બહાદુર જવાનોને સલામી આપવા માટે 105 હોવિત્ઝર ગન તૈનાત કરવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. ફ્રાન્સની 95 સભ્યોની માર્ચિંગ ટીમ અને 33 સભ્યોની બેન્ડ ટીમ પણ પરેડમાં ભાગ લેશે. PM નરેન્દ્ર મોદી 2023 માં ફ્રાન્સમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરનેને મરણોપરાંત ભારતરત્ન મળશે
Next articleઅમેરિકાએ ઈરાન સમર્થિત મિલિશિયા પર વળતો પ્રહાર કર્યો