(GNS),14
આગામી 2028ના ઓલિમ્પિકમાં મહિલા અને પુરૂષ ટી20 ક્રિકેટની રમતનો સમાવેશ કરવાનો માર્ગ મોકળો થયો છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના એક્ઝિક્યુટિવ બોર્ડે લોસ એન્જલસ ગેમ્સ આયોજકોની ક્રિકેટનો સમાવેશ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. પુરૂષ અને મહિલા ટી20 ક્રિકેટ ઉપરાંત જે અન્ય રમતોને આઈઓસી એક્ઝિક્યુટીવ બોર્ડે લીલીઝંડી આપી છે તેમાં બેઝબોલ-સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ (સિક્સ) અને સ્ક્વોશનો સમાવેશ થાય છે. આઈઓસીના પ્રેસિડેન્ટ થોમસ બેચની અધ્યક્ષતા હેઠળ બે દિવસીય બોર્ડ બેઠક યોજાઈ હતી. આઈઓસીના રવિવારે યાજોનાર સત્રમાં દરખાસ્ત પર વોટિંગ હાથ ધરાશે. આ સત્રમાં ક્રિકેટની રમતને ઓલિમ્પિકમાં સમાવવા અંતિમ મંજૂરી મળશે તો ભારતનો ઓલિમ્પિકમાં એક મેડલ નિશ્ચિત થઈ શકે છે.
ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. થોમસ બેચે જણાવ્યું કે, ઉપરોક્ત પાંચ રમતોનો લોસ એન્જલસ ગેમ્સ 2028માં સમાવેશ અમેરિકાની રમત સંસ્કૃતિની સમાંતર છે અને આમ કરવાથી અમેરિકા તેમજ વૈશ્વિક સ્તરે નવા એથ્લેટ્સ તાથ ચાહક સમુદાયો સાથે જોડાવાની ઓલિમ્પિક ચળવળને પણ બળ મળશે. ક્રિકેટની રમત ખાસ કરીને ટી20 ફોરમેટની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. વન-ડે વર્લ્ડ કપ પણ મોટી સફળતા છે. લોસ એન્જલસ ગેમ્સ આયોજક કમિટીએ પુરૂષ અને મહિલા ટી20 ક્રિકેટમાં છ ટીમોની સ્પર્ધાની ભલામણ કરી છે, જેમાં યજમાન દેશ અમેરિકા તેની ટીમ પણ ઉતારી શકે છે. ટીમની સંખ્યા અને ક્વોલિફિકેશન ધોરણો અંગે અંતિમ નિર્ણય બાદમાં લેવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.