(જી.એન.એસ) તા. 17
સુરત,
આખા રાજ્યમાં ચકચાર મચાવીદેનાર એવા સુરતના ડુમસનું રૂ.2 હજાર કરોડનું જમીન કૌભાંડ કેસમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. કરોડોના જમીન કૌભાંડ કેસમાં સી.આઇ.ડી ક્રાઇમ બ્રાંચે ભાગેડૂ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની મહારાષ્ટ્રના પૂણેથી ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે આ કેસમાં મોટા ખુલાસાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજ, સુરત નજીક આવેલા ડુમસમાં સરકારી માલિકીની અંદાજે રૂ. 2000 કરોડના મૂલ્યની સર્વે નંબર 311-3 હેઠળની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર ખેતી કરનારને ગણોતધારાની કલમ 4 હેઠળ જમીનને માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદિલ કરવામાં આવેલી છે. ગણોતિયાને માલિક બનાવવાનું કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર પણ ઈશ્યૂ કરવામાં નું આવ્યું હોવા છતાં ગણોતિયાને નામે જમીન ચઢાવી દેવામાં આવી છે. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિજિલન્સ કમિશન, ગાંધીનગરના મહેસૂલ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને પણ એક ફરિયાદ પણ કરવામાં આવી હતી.
