દુશ્મન દેશને સાથ આપનારા પર થઈ ટુરિઝમ સ્ટ્રાઇક
ભારતના દુશ્મનોને સાથ આપનારા દેશો વિરૂદ્ધ ભારતીયો તથા ભારતીય કંપની દ્વારા કડક વલણ
(જી.એન.એસ) તા.11
અંકારા,
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યા સંબંધોમાં ગતરોજ સત્તાવાર રીતે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આી છે. જો કે, આ વચ્ચે ભારતના દુશ્મન દેશ સાથે તુર્કિયે અને અઝરબૈજાન મદદમાં ઉભુ હોવાની હકીકતો સામે આવતા ભારતીયો ભારે આક્રોશિત થયા છે. અને તુર્કિયે અને અઝરબૈજાનના ટુરિસ્ટ પેકેજ ધડાધડ રદ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિં ઓનલાઇન ટુર પેકેજ બુકીંગની સુવિધાઓ આપતી કંપની દ્વારા પણ તુર્કિયે અને અઝરબૈજાનના પેકેજના બુકીંગ બંધ કર્યા છે. ભારતની કંપની તથા ભારતીયો દ્વારા લેવાયેલા નિર્ણયની આગામી સમયમાં બંને પર ભારે અસર વર્તાય તો નવાઇ નહીં.
ઇઝમાયટ્રીપના સ્થાપક નિશાંત રેડ્ડીનું કહેવું છે કે, આ અનિશ્ચિતતા ભર્યા સમયે તેમણે મુસાફરોની સુરક્ષા પર વધારે ભાર મુક્યો છે. હાલના ઘટનાક્રમ ચિંતા કરાવે તેવા છે. અમારા મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે ગ્રાહકોને સુચવીએ છીએ કે, ખુબ સાવધારી રાખજો, અને સંવેદનશીલ ભાગોમાં પ્રવાસનું આયોજન કરતા પહેલા અધિકારીઓની સલાહ-સૂચન અંગે માહિતી મેળવતા રહેજો. હાલ તબક્કે અમારી કંપની દ્વારા બંને દેશો માટેની ઓનલાઇન બુકીંગ સેવા રદ કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય ટુર પેકેજ બુક કરતી કંપનીઓ દ્વારા તુર્કિયે અને અઝરબૈજાન માટે બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે, જે રાષ્ટ્રીય ભાવના સાથે અનુરૂપ છે. આ નિર્ણય ઉદ્યોગોમાં બદલાદ દર્શાવે છે, બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય મામલે, રાષ્ટ્ર હિતોને ધ્યાને રાખીને ઝડપથી સતર્કતા ફેલાઇ રહી છે.

