(જી.એન.એસ) તા.16
પટણા,
બિહારમાંથી એક ચોંકાવદેનારી ઘટના સામે આવી છે જેમાં, હોળીની રાત્રે કહલગાંવના એન્ટિચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કસારી માધોરામપુર ગામમાં લોકો અને બાળકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
આ હુમલા ની ઘટનામાં એક એએસઆઇ સહિત 5 પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ ઘટના અંગે મેજિસ્ટ્રેટના નિવેદન પર FIR નોંધવામાં આવી હતી. પોલીસે 24 નામજોગ અને 10 અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે 5 અજાણ્યા પથ્થરબાજોની ધરપકડ કરીને તેમને કસ્ટડીમાં રાખ્યા છે. ધરપકડ કરાયેલા લોકોના પરિવારજનું કહેવું છે કે તેમનું બાળક કે પરિવારનો સભ્ય નિર્દોષ છે અને પોલીસ તેને બળજબરીથી લઈ ગઈ છે. પોલીસે પહેલા તેમને માર માર્યો હતો અને પછી કેટલાક બાળકોએ પથ્થરમારો કર્યો હતો.
આ બાબત અંગે ગામના SDPOએ જણાવ્યું હતું કે “પોલીસ સ્ટેશન વિસ્તારના કસારી ગામમાં પહેલાથી જ વિવાદ ચાલી રહ્યો હતો. માહિતી મળતાં પોલીસ વિવાદ ઉકેલવા ગઈ, જ્યાં અચાનક પોલીસ વાહન પર પથ્થરમારો થયો. આ હુમલામાં અમારા એક સબ-ઈન્સ્પેક્ટર, ત્રણ કોન્સ્ટેબલ અને એક ચોકીદાર ઘાયલ થયા હતા. પોલીસ અધિક્ષકની સૂચના પર એક ટીમ બનાવવામાં આવી હતી, જેનું નેતૃત્વ અમારા દ્વારા કરવામાં આવ્યું હતું. અમે 24 નામજોગ અને 10 અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. આ કેસમાં 5 અજાણ્યા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

