(જી.એન.એસ) તા.16
બેંગલુરુ,
કર્ણાટકમાં યાદગીર જિલ્લાના શાહપુર વિસ્તારમાં આવેલા સદ્યાપુરા ગામ પાસે રવિવારે સવારે ડબલ મર્ડરનો મામલો સામે આવ્યો છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકોની ઓળખ માપન્ના (52) અને અલીસાબા (55) તરીકે થઈ છે. જ્યારે તેઓ સવારે 8 વાગ્યે શાહપુરથી બાઇક પર તેમના ગામ પરત ફરી રહી હતા ત્યારે તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
આ ઘટના બાબતે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બે લોકોની હત્યા પાછળ આરોપીનો હેતુ શું હતો? તે વિશે હજુ સુધી કંઈ જાણી શકાયું નથી. પોલીસ કેસનો ઉકેલ લાવવા કામે લાગી છે. શાહપુર પોલીસે ગુનેગારોને પકડવા માટે વિશેષ ટીમો બનાવી છે અને તેમને શોધી રહી છે. આ ઘટના અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.
