(જી.એન.એસ) તા. 3
લોસ એન્જલસમ,
97મા ઓસ્કાર એવોર્ડ અમેરિકાના લોસ એન્જલસમાં યોજાયો હતો. એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સિસે શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ અભિનેત્રીઓ સહિત અનેક શ્રેણીઓમાં પુરસ્કારો આપ્યા. હોલીવુડ અભિનેતા કિરન કલ્કિનને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘ફ્લો’ એ એકેડેમી એવોર્ડ્સના મંચ પર પણ પોતાનો જાદુ બતાવ્યો છે અને શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ જીત્યો છે. આ એવોર્ડ ૩ માર્ચે ભારતીય સમય મુજબ સવારે 5:30 વાગ્યે યોજાયો હતો.
97મા ઓસ્કાર એવોર્ડ ના વિજેતાઓની યાદી:-
– શ્રેષ્ઠ એક્શન લાઈવ શોર્ટ ફિલ્મ – આઈ એમ નોટ અ રોબોટ
– શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – આઈ એમ સ્ટિલ હીયર
– શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – ધ બ્રુટાલિસ્ટ
– ડોક્યૂમેન્ટરી ફીચર ફિલ્મ – નો અધર લેન્ડ
– ડોક્યૂમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ ઓન્લી ગર્લ ઇન ધ ઓર્કેસ્ટ્રા
– શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – ઝો સલ્ડાના (ફિલ્મ: એમિલિયા પેરેઝ)
– શ્રેષ્ઠ ઓરિજનલ ગીત – એલ માલ (ફિલ્મ: એમિલિયા પેરેઝ)
– શ્રેષ્ઠ સહાયક અભિનેતા – કિઅરન કલ્કિન (ફિલ્મ: ધ રીયલ પેઈન)
– શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ – ફ્લો
– શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – ઇન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
– શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન – પોલ ટેઝવેલ (ફિલ્મ: વિકેટ)
– શ્રેષ્ઠ પટકથા – અનોરા સીન બેકર
– શ્રેષ્ઠ અનુકૂલિત પટકથા – પીટર સ્ટ્રોઘન (ફિલ્મ: કોન્ક્લેવ)
– ફિલ્મ એડિટિંગ – અનોરા સીન બેકર
– શ્રેષ્ઠ અવાજ – ડ્યુન: ભાગ 2
– શ્રેષ્ઠ VFX – ડ્યુન: ભાગ 2


