(જી.એન.એસ) તા. 27
ગુવાહાટી,
આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જો કે સદનસીબે આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી. હકીકતમાં, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે વહેલી સવારે આસામના મોરીગાંવ જિલ્લામાં 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
આ બાબતે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના કહેવા પ્રમાણે ભૂકંપ સવારે 2:25 વાગ્યે 16 કિલોમીટર તળિયે આવ્યો હતો. ભૂકંપના આંચકા ગુવાહાટી, શિલોંગ અને આસામના અન્ય ભાગો તેમજ બાંગ્લાદેશ, ભૂટાન અને ચીનમાં અનુભવાયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ભૂકંપનો આંચકો એટલો જોરદાર હતા કે ગુવાહાટી અને આસપાસના વિસ્તારોના લોકો જાગી ગયા. જોકે, અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

