(જી.એન.એસ) તા. 23
અમૃતસર,
પાકિસ્તાન સરકારના આદેશ બાદ, પાકિસ્તાની જેલમાં બંધ 22 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર પરથી માછીમારો ભારત પરત ફર્યા હતા. પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાયેલા માછીમારોમાં 18 ગુજરાતના છે. માછીમારી કરતા સમયે ભૂલથી પાકિસ્તાની સરહદમાં ઘૂસ્યા હતા. જ્યાં પાકિસ્તાની સરહદમાં જતા પાકિસ્તાની પોલીસે ધરપકડ કરી હતી.
પાકિસ્તાની જેલમાંથી 22 ભારતીય માછીમારોને મુક્ત કરાયા છે. જેમને એક વર્ષથી લઈને 2 વર્ષ સુધી પાકિસ્તાનમાં સજા ફટકારાઈ હતી. જો કે, હજુ પણ 217 માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે.

